7 દાયકામાં અમે અનેક પડકારોનો સામનો કર્યો, 36 હજાર પોલીસકર્મીઓ પણ ગુમાવ્યા: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે અમે 7 દાયકામાં આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને આ સંજોગોમાં લગભગ 36 હજાર પોલીસકર્મીઓ શહીદ થયા છે.

7 દાયકામાં અમે અનેક પડકારોનો સામનો કર્યો, 36 હજાર પોલીસકર્મીઓ પણ ગુમાવ્યા: અમિત શાહ
We Faced many challenges in 7 decades said Amit Shah
| Edited By: | Updated on: Feb 11, 2023 | 11:48 AM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે હૈદરાબાદમાં RR બેચના 74 IPS પ્રોબેશનર્સની ‘દીક્ષાંત પરેડ’ને સંબોધિત કરી હતી. આ દરમિયાન અમિત શાહે કહ્યું કે આઝાદી પછી અખિલ ભારતીય સેવાઓની શરૂઆત સમયે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલે કહ્યું હતું કે સંઘીય બંધારણ હેઠળ દેશને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે. આ વાક્ય તમારા જીવનનું મુખ્ય વાક્ય બની જવું જોઈએ.

દીક્ષાંત પરેડ સંંબોધિત કરતા શાહે કહ્યું..

અમિત શાહે કહ્યું કે અમે 7 દાયકામાં આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને આ સંજોગોમાં લગભગ 36 હજાર પોલીસકર્મીઓ શહીદ થયા છે. તેમણે કહ્યું, “જે લોકો ચૂંટાયા પછી આવે છે તે દેશના વિકાસ માટે કામ કરે છે. તમને 30-35 વર્ષ સુધી સેવા કરવાનો અધિકાર મળે છે. બંધારણે તમારા ખભા પર કેટલી મોટી જવાબદારી મૂકી છે. આ 25 વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

NIA હવે સમગ્ર દેશમાં વિસ્તરી: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “NIA હવે સમગ્ર દેશમાં વિસ્તરી રહી છે. NIA અને NCBના વિસ્તરણથી નાર્કોટિક્સ અને આતંકવાદ સાથે સંકળાયેલા ગુનેગારોને નિયંત્રિત કરવામાં મદદ મળી છે. રાષ્ટ્રીય ડેટાબેઝ પર આતંકવાદ, નાર્કોટિક્સ અને આર્થિક અપરાધો સાથે સંબંધિત ગુનાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

દીક્ષાંત પરેડમાં 37 મહિલા અધિકારીઓ ભાગ લીધો

29 વિદેશી અધિકારી તાલીમાર્થીઓ સહિત કુલ 195 અધિકારી તાલીમાર્થીઓ પરેડમાં ભાગ લઈ રહ્યા છે. SVPNPA ડાયરેક્ટર એએસ રાજને ગુરુવારે IPS પ્રોબેશનર્સની 74 RR બેચની વિગતો વિશે માહિતી આપી હતી. 37 મહિલા અધિકારીઓ, જે કુલ સંખ્યાના 23 ટકા છે, દીક્ષાંત પરેડમાં ભાગ લઈ રહી છે.

અમિત શાહે કહ્યું કે અમે 7 દાયકામાં આંતરિક સુરક્ષાના ક્ષેત્રમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને આ સંજોગોમાં લગભગ 36 હજાર પોલીસકર્મીઓ શહીદ થયા છે. દેશના હીત અને સુરક્ષા જરુરી છે તેમજ આઝાદી પછી અખિલ ભારતીય સેવાઓ શરૂ કરતી વખતે, દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલે કહ્યું હતું કે સંઘીય બંધારણ હેઠળ દેશને અખંડ રાખવાની જવાબદારી અખિલ ભારતીય સેવાઓની છે. આ વાક્ય તમારા જીવનનું મુખ્ય વાક્ય બની જવું જોઈએનો અમિત શાહે ઉલ્લેખ કર્યો હતો. અમિત શાહ હાલ હૈદરાબાદમાં ‘દીક્ષાંત પરેડ’ને સંબોધિત કરી રહ્યા છે.