WAR against Corona : રશિયન વેક્સિન સ્પૂતનિક-Vનો પ્રથમ જથ્થો ભારત પહોંચ્યો, જાણો શું હશે વેક્સિનની કિંમત ?

|

May 01, 2021 | 5:55 PM

WAR against Corona : કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક શસ્ત્ર મળી ગયું છે.. છે. રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો ભારત પહોંચી ચુક્યો છે..

WAR against Corona : કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક શસ્ત્ર મળી ગયું છે.. છે. રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો ભારત પહોંચી ચુક્યો છે..રશિયાથી સુધી પ્લેન હૈદરાબાદ પહોંચ્યું.. આ પહેલાં ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન સાથે કોરોના સામે યુદ્ધ ચાલુ છે. સ્પૂતનિક-Vની પ્રથમ બેચ આવવાથી ભારતમાં વેક્સિનેશેન ઝડપી બનશે, કારણ કે વિશ્વના સૌથી મોટી વેક્સિનેશન અભિયાનમાં વધુ એક વેક્સિન જોડાશે.

તમને જણાવી દઈએ કે સ્પૂતનિક-V વેક્સિન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે., રશિયન વેક્સિન ‘સ્પૂતનિક-Vની ત્રીજી તબક્કાની ટ્રાયલમાં તે 91.6 ટકા અસરકારક સાબિત થઈ હતી અને કોઈ આડઅસર પણ જણાઈ ન હતી. ‘સ્પૂતનિક- Vના એક ડોઝ માટે મહત્તમ 10 ડોલર એટલે લગભગ 750 રૂપિયાનો ખર્ચ થશે. જો કે, સ્પૂતનિક- V વેક્સિનના સત્તાવાર ભાવની જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભારતમાં જે બે વેક્સિન છે, તેને કેન્દ્ર સરકાર 250 રૂપિયામાં ખરીદે છે.

ભારતે આપી છે ઇમરજન્સી ઉપયોગને મંજૂરી
ભારતમાં રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક-V’ ને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. ભારતની સેન્ટ્રલ મેડિસીન ઓથોરિટીની એક નિષ્ણાત સમિતિએ દેશમાં કેટલીક શરતો સાથે રશિયન કોરોના વેક્સિન ‘સ્પૂતનિક- V’ ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી, જેને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી. ગમાલયા ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે ‘સ્પૂતનિક-V’ વેક્સિન એ કોરોના સામે અત્યાર સુધી વિકસિત તમામ વેક્સિનોમાં સૌથી વધુ અસરકારક છે.

તેની કિંમત શું હોઈ શકે
જો તમે આ વેક્સિનના ભાવ વિશે વાત કરો, તો કંપનીએ તેની કિંમત વિશે કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક- Vના એક ડોઝ માટે મહત્તમ 10 ડોલર (લગભગ 750 રૂપિયા) ખર્ચ થશે. જો કે, સ્પૂતનિક- V વેક્સિનના સત્તાવાર ભાવની જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભારતમાં જે બે વેક્સિન છે, તેને કેન્દ્ર સરકાર 250 રૂપિયામાં ખરીદે છે.

રશિયન વેક્સિન સ્પૂતનિક- Vની વૈશ્વિક પહોંચ ખૂબ વધુ હોઈ શકે છે, કેમ કે 60 કરતાં વધુ દેશોએ સ્પૂતનિક- V સપ્લાય કરવાના કરાર કર્યા છે. 1 મેના રોજ સ્પૂતનિક-V વેક્સિનની પ્રથમ બેચ ભારતમાં પહોંચે છે, તો તેનો ઉપયોગ 1 મેથી જ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં થઈ શકે છે. 1 મેથી, ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવશે.

Published On - 5:52 pm, Sat, 1 May 21

Next Video