સુરતના યુવાને BSF જવાનોને આપી ઇઝરાયલ મિલેટ્રીને અપાતી આ ખાસ ટ્રેનિંગ, જાણો આ ટ્રેનિંગ વિશે

સુરતના યુવાને તાજેતરમાં BSF જવાનોને એક વિશેષ ટ્રેનિંગ આપી છે. આ ટ્રેનિંગનું નામ 'ક્રાવ માગા' છે. જે ઇઝારીલમાં મિલેટ્રીને આપવામાં આવે છે.

સુરતના યુવાને BSF જવાનોને આપી ઇઝરાયલ મિલેટ્રીને અપાતી આ ખાસ ટ્રેનિંગ, જાણો આ ટ્રેનિંગ વિશે
Vispi Kharadi of Surat gave 'Krav Maga' training to BSF jawans of India
| Edited By: | Updated on: Jul 14, 2021 | 1:58 PM

સુરતના (Surat) એક યુવાને તાજેતરમાં એવું કંઇક કર્યું છે કે જેનાથી સુરત અને ગુજરાતનું નામ રોશન થઇ ગયું. આ યુવાને બીએસએફના જણાવોને વિશેષ ટ્રેનિંગ આપી છે. ઇઝરાયલ મિલેટ્રીને અપાતી ક્રાવ માગા (Krav Maga) ટ્રેનિંગ ભારતના બીએસએફ જવાનોને આ યુવાને આપી છે.

સુરતના તત્કાલીન પોલીસ કમિશનર અને હાલ BSFના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની અપીલને પગલે દેશની સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સના (BSF) જવાનોને રેનીશ વિસ્પી ખરાદી અને હાનસી મેહુલ વોરાની ટીમ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવી છે.

ઇઝરાયલી મિલેટ્રીની ટ્રેનિંગ જે ક્રાવ માગા (Krav Maga Training) તરીકે ઓળખાય છે. તથા તે કુડો જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની અઘરી અને સચોટ ટ્રેનિંગ ગણાય છે. આ ટ્રેનિંગ હવે ભારતના BSF જવાનોને આપીને દળને વધુ સજ્જ બનાવવાનું બીડું ઝડપવામાં આવ્યું છે. જેની તમામ જવાબદારી સુરતના માર્શલ આર્ટ ટ્રેનર વિસ્પી ખરાદીને સોંપવામાં આવી છે.

ગ્વાલિયર અને રાંચીમાં આપવામાં આવી ટ્રેનિંગ

રેનસી વિસ્પી ખરાદી અને તેમના બે ટ્રેનરો દ્વારા ટેકનપુર ગ્વાલિયર તેમજ હઝારીબાગ, રાંચી ખાતે આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગમાં BSFના કમાન્ડો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે 50 જવાનોએ ભાગ લીધો હતો.

ઇઝરાયલી મિલિટરીની ક્રાવ માગા ટ્રેનિંગ શું છે?

દુશમનો સાથે હાથોહાથની આ લડાઈ નિર્ણાયક ગણાય છે. તેમાં દુશમનના વાઈટલ પાર્ટ પર સમયસર ઘા કરવાની ટેકનિક શીખવાડવામાં આવે છે. આ નવતર પ્રકારની ટ્રેનિંગ હાલ ભારતના જવાનોને શીખવાડવામાં આવી રહી છે.

 

આ પણ વાંચો: જુહી ચાવલા બાદ હવે આ સુપરસ્ટારને પણ કોર્ટે ફટકાર્યો દંડ, રકમ અને કારણ જાણીને તમે ચોંકી જશો

Published On - 1:56 pm, Wed, 14 July 21