Viral Video: નાના હાથીને ખભે લઈને દોડતા આ વ્યક્તિનો વિડિયો જોયો? કહી ઉઠશો કે “આ છે અસલી બાહુબલી”

|

Apr 14, 2021 | 4:40 PM

ઇંડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ આ વિડીયો શેર કર્યો છે. વિડીયોને શેર કરતાં કહ્યું કે, ' બાહુબલી.. નાળામાં એક નાનકડો હાથી કાદવમાં પડી ગયો હતો. જેને બચાવી લેવાયો હતો.

Viral Video: નાના હાથીને ખભે લઈને દોડતા આ વ્યક્તિનો વિડિયો જોયો? કહી ઉઠશો કે આ છે અસલી બાહુબલી
Viral: A person who ran with a small elephant on his shoulder, watching the video, you will also say, "This is the real Bahubali"

Follow us on

Viral Video : સોશિયલ મીડિયા (Social Media) પર કોઈને કોઈ વિડીયો વાયરલ (Viral Video) થતાં રહે છે. ઘણા વિડીયો જોઈને તો લોકો હસી હસીને લોટપોટ થઈ જતાં હોય છે. તેવામાં એક વિડીયો એવો પણ છે કે જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. કારણ કે આ વિડિયોમાં એક શખ્સ એક નાના હાથીના બચ્ચાને ખભે બેસાડીને દોડતો નજરે ચડે છે.
પ્રથમ તો આ વિડીયો જોઈને લોકો હેરાન થયા હતા પરંતુ પછી થી આ શખ્સના વખાણ કરતા કહેવા લાગ્યા હતા કે આ છે અસલી બાહુબલી.

લોકોને આમ તો નાના નાના જાનવરોના વિડીયો જોઈને આનંદ આવતો હોય છે. આવા નાના નાના જાનવરોનો વિડીયો જોઈને લોકોના મન ખુશી થતી હોય છે. એવામાં એક જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઇંડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ આ વિડીયો શેર કર્યો છે. વિડીયોને શેર કરતાં કહ્યું કે, ‘ બાહુબલી.. નાળામાં એક નાનકડો હાથી કાદવમાં પડી ગયો હતો. જેને બચાવી લેવાયો હતો.

 

 

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સમાચાર લખ્યા છે ત્યાં સુધી આ વિડીયોને દસ હજારથી પણ વધારે લોકોએ જોઈ લીધો છે. જ્યારે 2200થી વધારે લોકો વિડિયોને પસંદ કરી ચૂક્યા છે. મજાની વાત એ છે કે આ વિડિયોને જોઈને લોકો મજેદાર કમેંટ કરી રહ્યા છે અને વિડિયોના વખાણ કરતાં થાકતા નથી.

આ પણ વાંચો : Corona Virus: કેવી રીતે ખબર પડશે કે આપણી ઈમ્યુન સિસ્ટમ નબળી છે? તો આ લક્ષણોને ન અવગણતા

 

Next Video