ચંદ્ર પર આવ્યુ તોફાન તો વિક્રમે ચાંદ પર ફરી કર્યુ સોફ્ટ લેન્ડિંગ, ISROએ શેર કર્યો VIDEO

|

Sep 04, 2023 | 1:23 PM

ઈસરોએ સોમવારે એક ટ્વીટ કર્યું જેમાં તેણે આ સમગ્ર પ્રયોગ વિશે માહિતી આપી. ISROએ લખ્યું, 'ભારતનો વિક્રમ ફરીથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડ થયો છે. વિક્રમ લેન્ડરે તેના તમામ મિશન પૂર્ણ કરી લીધા છે અને હવે તે સફળતાપૂર્વક હોપ એક્સપીરિમેન્ટથી પસાર થઈ ચૂક્યું છે. જો કે તે સમયે ચંદ્ર પર તોફાન આવ્યુ અને તેના કારણે લેન્ડર ચંદ્રની જમન પરથી કમાન્ડ આપતા ઉપર ઉછળ્યુ અને ફરી લેન્ડિંગ કર્યુ.

ચંદ્ર પર આવ્યુ તોફાન તો વિક્રમે ચાંદ પર ફરી કર્યુ સોફ્ટ લેન્ડિંગ, ISROએ શેર કર્યો VIDEO
Vikram made a soft landing on the moon again ISRO shared new video

Follow us on

Chandrayaan 3 : ISRO ચંદ્ર પર સતત ઘણા પ્રયોગો કરી રહ્યું છે અને આ ક્રમમાં સોમવારે ફરીથી વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. જો કે તે સમયે ચંદ્ર પર તોફાન આવ્યુ અને તેના કારણે લેન્ડરને કમાન્ડ મળતા ચંદ્રની જમીન પરથી થોડુ ઉપર ઉઠ્યુ અને જ્યાં આ લેન્ડર અગાઉ હાજર હતું ત્યાંથી 40 સે.મી. ઉપર ઉછળ્યા પછી, તેણે ફરીથી થોડા અંતરે સોફ્ટ લેન્ડિગ કર્યું હતુ.જેનો વીડિયો ઈસરોએ ટ્વિટ કરી જાણકારી આપી છે તેમજ ઈસરોનું કહેવું છે કે ભવિષ્યના મિશન માટે આ પ્રકારનો પ્રયોગ જરૂરી હતો.

ચંદ્ર પર આવ્યો ભૂકંપ

ઈસરોએ સોમવારે એક ટ્વીટ કર્યું જેમાં તેણે આ સમગ્ર પ્રયોગ વિશે માહિતી આપી. ISROએ લખ્યું, ‘ભારતનો વિક્રમ ફરીથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડ થયો છે. વિક્રમ લેન્ડરે તેના તમામ મિશન પૂર્ણ કરી લીધા છે અને હવે તે સફળતાપૂર્વક હોપ એક્સપીરિમેન્ટથી પસાર થઈ ચૂક્યું છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

ઈસરોએ આગળ લખ્યું, ‘કમાન્ડ આપતાં જ વિક્રમ લેન્ડરનું એન્જિન શરૂ થયું અને તે 40 સેમી સુધી ઉપર ઉઠ્યુ પછી 30-40 સેમી દૂર જઈ ફરીથી સોફ્ટ લેન્ડ થયું.’ ઈસરોએ જણાવ્યું કે આનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં પરત ફરવા અને માનવીય મિશન માટે ટ્રાયલ કરવાનો હતો

ચંદ્રયાન 3એ કર્યુ ફરી સોફ્ટ લેન્ડિંગ

આ નવા મિશન દરમિયાન વિક્રમ લેન્ડરની તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી હતી. RAM, Cheste અને ILSA ને બંધ કરવ અને બાદમાં ફરીથી કાર્યરત કરવામાં આવ્યા હતા. પ્રજ્ઞાન રોવર ચંદ્ર પર સ્લીપ મોડમાં ગયા પછી વિક્રમ લેન્ડરને લગતું ISROનું આ મોટું અપડેટ છે.

ઈસરોએ શેર કર્યો વીડિયો

ઈસરોએ શનિવારે જ માહિતી આપી હતી કે હવે પ્રજ્ઞાન રોવર સ્લીપ મોડમાં આવી ગયું છે, કુલ 12 દિવસની સતત કામ કર્યા બાદ હવે તેને સુરક્ષિત જગ્યાએ પાર્ક છે. પ્રજ્ઞાન રોવર હવે 22 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યું છે, જ્યારે ફરીથી ચંદ્ર પર સવાર પડી જશે, ત્યારે પ્રજ્ઞાન રોવર ફરીથી સક્રિય થવાની અપેક્ષા રાખવામાં આવશે.

14 જુલાઈના રોજ શરૂ કરાયેલા આ મિશનમાં અત્યાર સુધીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે, જેણે ઈસરોનો ધ્વજ બુલંદ કર્યો છે. 23 ઓગસ્ટે ચંદ્રયાન-3 એ ચંદ્રની દક્ષિણ બાજુએ સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો અને ભારત અહીં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article