
India Halts Indus Waters Treaty After Pahalgam Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર કરાયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકારે પાકિસ્તાન સામે આકરા પગલાં ભર્યાં છે, જેમાંનું એક છે પાકિસ્તાન સાથેની ‘સિંધુ જળ સંધિ’ (IWT – ઈન્ડસ વોટર્સ ટ્રીટી) પર લગાવવામાં આવેલી રોક. 23 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હાજર રહ્યા હતા. ત્યારે ચાલો જાણીએ કે સિંધુ જળ સંધિ શું છે અને ક્યારે લાગુ કરવામાં આવી હતી.
#WATCH | India has suspended the Indus Waters Treaty with Pakistan following the Pahalgam terror attack
Visuals from the Baglihar Hydroelectric Power Project built on the Chenab River in Ramban, J&K#Pakistan #Chenabriver #Pahalgam #PahalgamTerroristAttack #pahalgamattack pic.twitter.com/0CK4iQRFBS— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2025
વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960 માં સદ્ભાવના અને મિત્રતાની ભાવનાથી સિંધુ જળ સંધિ થઈ હતી.’ પાકિસ્તાને ભારત વિરુદ્ધ તેના કુખ્યાત રાજ્ય પ્રાયોજિત આતંકવાદ દ્વારા આ ભાવનાને ખતમ કરી દીધી છે. ભારત પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તે નિર્દોષ નાગરિકોની હત્યા માટે જવાબદાર દેશ સાથે સહયોગ ચાલુ રાખે.
પહેલગામ હુમલાના જવાબમાં ભારતે બુધવારે રાજદ્વારી કાર્યવાહી કરીને પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા પગલાં લીધાં. આમાં સૌથી મોટું પગલું ૧૯૬૦ થી અમલમાં રહેલી સિંધુ જળ સંધિને રોકવાનું હતું. અગાઉ, 2019 માં પુલવામા હુમલા અને ૨૦૧૬ માં ઉરી હુમલા પછી પણ, ભારતે આ સંધિ પર કોઈ પ્રતિબંધ લાદ્યો ન હતો. જોકે, 2016 માં ઉરી હુમલા પછી સિંધુ જળ સંધિ પર યોજાયેલી બેઠકમાં, પીએમ મોદીએ કહ્યું હતું કે પાણી અને લોહી એક સાથે વહી શકતા નથી.
સિંધુ જળ સંધિ પર ભારતના પ્રતિબંધથી પાકિસ્તાન નારાજ છે. પાકિસ્તાને તેને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. ભારતના નિર્ણયના બીજા દિવસે, ગુરુવારે, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) ની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત સામે બદલો લેવાના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમાં ભારત સાથે વેપાર પર પ્રતિબંધ, ભારતીય વિમાનો દ્વારા પાકિસ્તાની હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર પ્રતિબંધ અને વાઘા સરહદ બંધ કરવા જેવા મોટા નિર્ણયોનો સમાવેશ થાય છે.
Published On - 2:06 pm, Fri, 25 April 25