VAT on Petrol-Diesel: ભાજપ શાસિત રાજ્યો અને બિન-ભાજપ શાસિત રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે?

|

Apr 27, 2022 | 11:08 PM

હાલમાં દિલ્હીમાં (Delhi) એક લિટર પેટ્રોલની (petrol) કિંમત 105.41 રૂપિયા છે. આમાં 27.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી છે. જ્યારે, એક લિટર ડીઝલની (diesel) કિંમત 96.67 રૂપિયા છે, જેમાં 21.80 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી લાગે છે.

VAT on Petrol-Diesel: ભાજપ શાસિત રાજ્યો અને બિન-ભાજપ શાસિત રાજ્યો પેટ્રોલ અને ડીઝલ પર કેટલો ટેક્સ વસૂલે છે?
Petrol Diesel Price Today

Follow us on

દેશભરમાં પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી (Petrol-Diesel Price Hike) લોકો પરેશાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) આજે ​​મુખ્યમંત્રીઓ સાથેની ઓનલાઈન બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ સહિતના ઘણા બિન-ભાજપ શાસિત રાજ્યો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો (Fuel Prices) બોજ ઘટાડવા માટે તેઓએ અહીં ટેક્સ (VAT) ઘટાડવો જોઈએ. તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પીએમ મોદીએ તેલની વધતી કિંમતો પર પહેલીવાર વાત કરી અને રાજ્યોને કહ્યું “હું પ્રાર્થના કરું છું કે જે કામ નવેમ્બરમાં થવાનું હતું તે હવે કરો અને વેટ ઓછો કરીને તમારા રાજ્યના લોકોને રાહત આપો.”

જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ પછી ઘણા રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડ્યો. પરંતુ કેટલાક બિન-ભાજપ શાસિત રાજ્યોએ વેટમાં ઘટાડો કર્યો નથી. તેમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ, ઝારખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ ખાસ કરીને આ બિન-ભાજપ શાસિત રાજ્યોને પેટ્રોલ-ડીઝલ પર લોકોને રાહત આપવા વિનંતી કરી હતી.

હાલમાં દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા છે. આમાં 27.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી છે. જ્યારે, એક લિટર ડીઝલની કિંમત 96.67 રૂપિયા છે, જેમાં 21.80 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટી લાગે છે. ચાલો જાણીએ કે બિન-ભાજપ શાસિત રાજ્યો અને ભાજપ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટની સ્થિતિ શું છે? કયા રાજ્યોમાં વેટ ઓછો છે અને કયા રાજ્યો વધુ વેટ વસૂલે છે…

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પેટ્રોલ ડીઝલ
આંદામાન અને નિકોબાર ટાપુઓ 1% 1%
આંધ્ર પ્રદેશ 31% VAT + Rs.4/litre VAT+Rs.1/litre Road Development Cess and Vat thereon 22.25% VAT + Rs.4/litre VAT+Rs.1/litre Road Development Cess and Vat thereon
અરુણાચલ પ્રદેશ 14.5% 7%
આસામ 32.66% or Rs.22.63 per litre (whichever is higher), Rebate of Rs.5 per Litre Additional rebate of Rs. 5.3 per litre 23.66% or Rs.17.45 per litre whichever is higher , Rebate of Rs.5 per Litre Additional rebate of Rs. 5.1 per litre
બિહાર 23.58% or Rs 16.65/Litre whichever is higher (30% Surcharge on VAT as irrecoverable tax) 16.37% or Rs 12.33/Litre whichever is higher (30% Surcharge on VAT as irrecoverable tax)
ચંદીગઢ Rs.10/KL cess +15.24% or Rs.12.42/Litre whichever is higher Rs.10/KL cess + 6.66% or Rs.5.07/Litre whichever is higher
છત્તીસગઢ 24% VAT + Rs.2/litre VAT 23% VAT + Rs.1/litre VAT
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 12.75% VAT 13.50% VAT
દિલ્હી 19.40% VAT Rs.250/KL air ambience charges + 16.75% VAT
ગોવા 20% VAT + 0.5% Green cess17% VAT + 0.5% Green cess 17% VAT + 0.5% Green cess
ગુજરાત 13.7% VAT+ 4% Cess on Town Rate VAT 14.9% VAT + 4 % Cess on Town Rate VAT
હરિયાણા 18.20% or Rs.14.50/litre whichever is higher as VAT+5% additional tax on VAT 16.00% VAT or Rs.11.86/litre whichever is higher as VAT+5% additional tax on VAT
હિમાચલ પ્રદેશ 17.5% or Rs 13.50/Litre- whichever is higher 6% or Rs 4.40/Litre- whichever is higher
જમ્મુ-કાશ્મીર 24% MST+ Rs.2/Litre employment cess, Rebate of Rs.4.50/Litre 16% MST+ Rs.1.00/Litre employment cess , Rebate of Rs.6.50/Litre
ઝારખંડ 22% on the sale price or Rs. 17.00 per litre , which ever is higher + Cess of Rs 1.00 per Ltr 22% on the sale price or Rs. 12.50 per litre , which ever is higher + Cess of Rs 1.00 per Ltr
કર્ણાટક 25.92% sales tax 14.34% sales tax
કેરળ 30.08% sales tax+ Rs.1/litre additional sales tax + 1% cess 22.76% sales tax+ Rs.1/litre additional sales tax + 1% cess
લદ્દાખ 15% MST+ Rs.5/Litre employment cess, Reduction of Rs.2.5/Litre 6% MST+ Rs.1/Litre employment cess , Reduction of Rs.0.50/Litre
લક્ષદ્વીપ Nil Nil
મધ્ય પ્રદેશ 29 % VAT + Rs.2.5/litre VAT+1%Cess 19% VAT+ Rs.1.5/litre VAT+1% Cess
મહારાષ્ટ્ર – મુંબઈ, થાણે, નવી મુંબઈ અમરાવતી અને ઔરંગાબાદ 26% VAT+ Rs.10.12/Litre additional tax 24% VAT+ Rs.3.00/Litre additional tax
મહારાષ્ટ્ર (બાકીના જિલ્લાઓ) 25% VAT+ Rs.10.12/Litre additional tax 21% VAT+ Rs.3.00/Litre additional tax
મણિપુર 25% VAT 13.5% VAT
મેઘાલય 13.5% or Rs 11.00/Litre- whichever is higher (Rs.0.10/Litre pollution surcharge) 5% or Rs4.00/Litre- whichever is higher (Rs.0.10/Litre pollution surcharge)
મિઝોરમ 16.36% VAT 5.23% VAT
નાગાલેન્ડ 25% VAT or Rs. 16.04/litre whichever is higher +5% surcharge + Rs.2.00/Litre as road maintenance cess , Rebate Rs. 5.5 per litre 16.50% VAT or Rs. 10.51/litre whichever is higher +5% surcharge + Rs.2.00/Litre as road maintenance cess , Rebate Rs. 5.1 per litre
ઓડિશા 28% VAT 24% VAT
પુડુચેરી 14.55% VAT 8.65% VAT
પંજાબ Rs.2050/KL (cess)+ Rs.0.10 per Litre (Urban Transport Fund) + 0.25 per Litre (Special Infrastructure Development Fee)+13.77% VAT plus 10% additional tax or Rs.12.50/Litre whichever is higher Rs.1050/KL (cess) + Rs.0.10 per Litre (Urban Transport Fund) +0.25 per Litre (Special Infrastructure Development Fee) + 9.92% VAT plus 10% additional tax or Rs.8.24/Litre whichever is higher
રાજસ્થાન 31.04% VAT+Rs 1500/KL road development cess 19.30% VAT+ Rs.1750/KL road development cess
સિક્કિમ 20% VAT+ Rs.3000/KL cess 10% VAT + Rs.2500/KL cess
તમિલનાડુ 13% + Rs.11.52 per litre 11% + Rs.9.62 per litre
તેલંગાણા 35.20% VAT 27% VAT
ત્રિપુરા 17.50% VAT+ 3% Tripura Road Development Cess 10.00% VAT+ 3% Tripura Road Development Cess
ઉત્તર પ્રદેશ 19.36% or Rs 14.85/Litre whichever is higher 17.08% or Rs 10.41/Litre whichever is higher
ઉત્તરાખંડ 16.97% or Rs 13.14 Per Ltr whichever is greater 17.15% or Rs Rs 10.41 Per Ltr whichever is greater
પશ્ચિમ બંગાળ 25% or Rs.13.12/litre whichever is higher as sales tax+ Rs.1000/KL cess Rs 1000/KL sales tax rebate (20% Additional tax on VAT as irrecoverable tax) 17% or Rs.7.70/litre whichever is higher as sales tax + Rs 1000/KL cess Rs 1000/KL sales tax rebate (20% Additional tax on VAT as irrecoverable tax)

 

આ પણ વાંચો :  પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાની PM મોદીની વિનંતી પર વિપક્ષનો પ્રહાર, કહ્યું- મોંઘા પેટ્રોલ માટે કેન્દ્ર જવાબદાર

Next Article