તમને કયો ગ્રહ નડે છે ? રાહુ, કેતુ, શનિ, મંગળ ? પણ શું તમે જાણો છો કે માત્ર 10 રૂપિયામાં દૂર કરી શકો છો કોઈ પણ ગ્રહનું નડતર ?

|

Jan 31, 2019 | 7:23 AM

વાસ્તુ શાસ્ત્રમાં મોરપીંછને વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. એવું માનવામાં આવે છે કે મોરના પીંછામાં તમામ દેવી-દેવતાઓ અને નવ ગ્રહોનો વાસ હોય છે. મોરપીંછને જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે, તો ઘરના વાસ્તુદોષની સાથે-સાથે ગ્રહ દોષો પણ દૂર થઈ જાય છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી […]

તમને કયો ગ્રહ નડે છે ? રાહુ, કેતુ, શનિ, મંગળ ? પણ શું તમે જાણો છો કે માત્ર 10 રૂપિયામાં દૂર કરી શકો છો કોઈ પણ ગ્રહનું નડતર ?

Follow us on

વાસ્તુ શાસ્ત્રમાં મોરપીંછને વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. એવું માનવામાં આવે છે કે મોરના પીંછામાં તમામ દેવી-દેવતાઓ અને નવ ગ્રહોનો વાસ હોય છે.

મોરપીંછને જો ઘરમાં યોગ્ય રીતે રાખવામાં આવે, તો ઘરના વાસ્તુદોષની સાથે-સાથે ગ્રહ દોષો પણ દૂર થઈ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સૂર્ય દોષ શાંતિ માટે :

રવિવારના દિવસે મોરના 9 પીંછા લઈ અને પીંછાની નીચે ખાસ મરૂન કલરનો ધાગો બાંધી લો. ત્યાર બાદ તેને એક થાળીમાં પીંછાઓ સાથે નવ સોપારીઓ રાખી તેના પર ગંગા જળ છાંટો તથા 21 વાર આ મંત્રનો જાપ કરો ‘ॐ સૂર્યાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહા:’. ત્યાર બાદ આપ સૂર્ય દેવતાને બે નારિયેળ વધેરો. આનાથી આપની કુંડલીમાં સૂર્યથી સંબંધિત તમામ દોષો દૂર થઈ જશે.

ચંદ્ર દોષ શાંતિ માટે :

સોમવારના દિવસે આઠ મોરપીંછ લઈ, પીંછા નીચે સફેદ કલરનો ધાગો બાંધી દો. ત્યાર બાદ તેમને એક થાળીમાં મૂકી તેમની સાથે આઠ સોપારીઓ પણ રાખો. તેના પર ગંગા જળ છાંટી 21 વાર આ મંત્રનો જાપ કરો, ‘ॐ સોમાય નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’. આ સાથે પાનના પાંચ પાંદડા ચંદ્રને અર્પિત કરતા સફેદ બરફીનો પ્રસાદ ચઢાવો. આ પ્રક્રિયાથી ચંદ્ર દોષમાંથી મુક્તિ મળશે.

મંગળ દોષ શાંતિ માટે :

મંગળવારના દિવસે સાત મોરપીંછ લઈ તેની નીચે લાલ રંગનો ધાગો બાંધી લો. થાળીમાં મોરપીંછ સાથે સાત સોપારીઓ મૂકો. થાળી પર ગંગા જળ છાંટી 21 વાર આ મંત્રનો જાપ કરો, ‘ॐ ભૂ પુત્રાય નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’. આ સાથે પીપળાના બે પાંદડા પર ચોખા મૂકી મંગળ ગ્રહને બૂંદીની પ્રસાદી ચઢાવો. આ વિધિ કરવાથી મંગળ દોષ આપના જીવનમાંથી દૂર થઈ જશે.

બુધ દોષ શાંતિ માટે :

બુધવારે છ મોરપીંછ લઈ તેની નીચે લીલા રંગનો ધાબો બાંધો. ધાગાથી બાંધેલા મોરપીંછને એક થાળીમાં છ સોપારીઓ રાખી ગંગા જળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો, ‘ॐ બુધાય નમ: જાગ્રય સ્થાપય સ્વાહાઃ’. આ પ્રક્રિયા બાદ આપે જાંબુ બુધ ગ્રહને અર્પિત કરવાના છે. સાથે જ કેળાના પાન પર જાંબુ મૂકી ગળી રોટલીનો પ્રસાદ ચઢાવી દો.

ગુરુ દોષ શાંતિ માટે :

ગુરુવારે પાંચ મોરપીંછ લઈ તેની નીચે પીળા રંગનો ધાગો બાંધો અને તેને એક થાળીમાં મોરપીંછ સાથે પાંચ સોપારીઓ પણ રાખો. ગંગા જળ છાંટતા 21 વાર આપે આ મંત્રનો જાપ કરવાનો છે, ‘ॐ બૃહસ્પતે નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’. આ સાથે આપે બૃહસ્પતિ દેવને 11 કેળા પણ અર્પિત કરવાના છે. આ પ્રક્રિયા દરમિયાન બેસનની પ્રસાદી બનાવી ગુરુ ગ્રહને ચઢાવી દો. આ વિધિ કરવાથી આપના જીવનમાં ગુરુ દોષ શાંત થઈ જશો.

શુક્ર દોષ શાંતિ માટે :

શુક્રવારના રોજ ચાર મોરપીંછ લઈ તેની નીચે ગુલાબી રંગનો ધાગો બાંધો અને તેને એક થાળીમાં ચાર સોપારીઓ સાથે રાખી ગંગા જળ છાંટો. ત્યાર બાદ 21 વાર આ મંત્રનો જાપ કરો, ‘ॐ શુક્રાય નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આપે ત્રણ ગળ્યા પાન અને ગોડ-ચણાની પ્રસાદી બનાવી શુક્ર દેવતાને અર્પિત કરવાના છે.

શનિ દોષ શાંતિ માટે :

શનિવારે ત્રણ મોરપીંછ લઈ તેની નીચે કાળા રંગનો ધાગો બાંધો અને તેને એક થાળીમાં 3 સોપારીઓ સાથે રાખો. તેના પર ગંગા જળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરવાનો છે, ‘ॐ શનૈશ્વરાય નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’. આ મંત્ર જાપ બાદ માટીના ત્રણ દીવા તેલ સહિત શનિ દેવતાને ચઢાવી દો. આ પ્રક્રિયામાં ગુલાબજાંબુનો પ્રસાદ બનાવી શનિ દેવને ચઢાવો. આ પ્રક્રિયાથી શનિ સંબંધી દોષો શાંત થઈ જાય છે.

રાહુ દોષ શાંતિ માટે :

શનિવારે સૂર્યોદયથી પહેલા બે મોરપીંછ લઈ તેની નીચે ભૂરા રંગનો ધાગો બાંધો અને એક થાળીમાં મોરપીંછ સાથે બે સોપારીઓ રાખો. ગંગા જળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો, ‘ॐ રાહવે નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’ ત્યાર બાદ ચોમખુ દીવો પ્રગટાવી રાહુને અર્પિત કરો. કોઈ પણ ગળ્યો પ્રસાદ બનાવી ચઢાવો.

કેતુ દોષ શાંતિ માટે :

શનિવારે સૂર્યાસ્ત બાદ એર મોરપીંછ લઈ આવો. તેની નીચે સિલેટિયા રંગનો ધાગો બાંધી લો. એક થાળીમાં મોરપીંછ સાથે એક સોપારી રાખો. ગંગા જળ છાંટતા 21 વાર આ મંત્રનો જાપ કરો, ‘ॐ કેતવે નમઃ જાગ્રય સ્થાપય સ્વાહાઃ’ ત્યાર બાદ પાણીના બે કળશ ભરી રાહુને અર્પિત કરો. ફળોની પ્રસાદી ચઢાવો.

[yop_poll id=929]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article