Vaccine Registration : હવે રજીસ્ટ્રેશન કરવા પર મળશે 4 Digit નો Security Code

|

May 08, 2021 | 6:21 PM

યૂઝરને ચાર ડિજીટનો એક સિક્યોરિટી કોડ મળશે. જેનો ઉપયોગ વેરીફિકેશનના સમયે કરવામાં આવશે.

Vaccine Registration : હવે રજીસ્ટ્રેશન કરવા પર મળશે 4 Digit નો Security Code
Corona Vaccination: કોરોનાનાં પ્રથમ ડોઝ પછી બીજો ડોઝ ક્યારે લેવો જોઈએ, ખરેખર સમયસીમા કેટલી છે તે જાણો

Follow us on

ભારત સરકારે કોવિન પોર્ટલમાં એક નવા ફિચરનો સમાવેશ કર્યો છે. આ નવા ફિચરના અંતર્ગત યૂઝરને ચાર ડિજીટનો એક સિક્યોરિટી કોડ મળશે. જેનો ઉપયોગ વેરીફિકેશનના સમયે કરવામાં આવશે. વેક્સિનેશનના સમયે યૂઝરે આ વેરીફિકેશન કોર્ડ સ્વાસ્થ્ય કર્મચારીને બતાવવો પડશે. જેના કારણે રસીકરણને લઇને સમગ્ર જાણકારી રેકોર્ડ થઇ જશે.

મળતી માહિતી અનુસાર, ઘણા સમયથી લોકો દ્વારા સરકારને ફરિયાદો મળી રહી હતી. ક્યારેક ઓટીપી આવતા વાર લાગતી હતી તો ક્યારે રસીકરણ થયા હોવાનો મેસેજ અન્ય યૂઝર પાસે પહોંચી જતો. જે લોકોએ કોવિન એપ પર રસીકરણ માટે સ્લોટ બૂક કર્યો હતો પરંતુ વેક્સિન લેવા ન ગયા હોય તેવા લોકોને પણ વેક્સિન આપી દીધી હોવાનો મેસેજ આવતો હતો. માટે સરકારે હવે વેરીફિકેશન કોડ બતાવવો ફરજિયાત કરી દીધો છે.

હવે કોવિન પોર્ટલ પર રજીસ્ટર કરી ઓનલાઇન સ્લોટ બુક કરાવનારને એક મેસેજ આવશે. જેમાં 4 ડિજીટનો એક સિક્યુરીટી કોડ હશે. સાથે જ એક એક્નોલેજમેન્ટ સ્લીપ પણ મળશે. જેમાં પણ આ કોડ આપવામાં આવ્યો હશે. યૂઝર આ સ્લીપને ફોનમાં સેવ પણ કરી શકશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોવિન એપ પર આ નવુ ફિચર સુનિશ્ચિત કરશે કે જે લોકોએ રજીસ્ટર કરાવ્યુ છે તેમના સુધી સચોટ માહિતી પહોંચે અથવા તો તેમને લઇને સાચી જાણકારી નોંધાય. સરકારનું માનવુ છ કે આ નવા ફિચરથી વેક્સિનેશનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન લોકોને કોઇ તકલીફ નહી પડે

Next Article