સારા સમાચાર : ઝાયડસ કેડીલાની બાળકોની રસીનું ટ્રાયલ લગભગ પૂરું, જાણો ક્યારથી શરૂ થશે બાળકોનું રસીકરણ

Vaccine for children : દેશમાં રસીકરણ Vaccine for children : અભિયાન અંતર્ગત યુવાનો, વયસ્કો અને સીનીયર સિટીઝન્સને કોરોના રસી આપાવમાં આવી રહી છે. હવે જેની રાહ જોવાઈ રહી છે તે બાળકોની કોરોના વેક્સિનનું પણ આગમન થવાની તૈયારી છે.

સારા સમાચાર : ઝાયડસ કેડીલાની બાળકોની રસીનું ટ્રાયલ લગભગ પૂરું, જાણો ક્યારથી શરૂ થશે બાળકોનું રસીકરણ
સાંકેતિક તસ્વીર
| Edited By: | Updated on: Jun 27, 2021 | 5:59 PM

Vaccine for children : દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસો તદ્દન ઘટી ગયા છે તો બીજી બાજુ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કસો પણ સામે આવી રહ્યા છે. આ સાથે જ ત્રીજી લહેરની આશંકાઓ પણ સેવાઈ રહી છે. દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત યુવાનો, વયસ્કો અને સીનીયર સિટીઝન્સને કોરોના રસી આપાવમાં આવી રહી છે. હવે જેની રાહ જોવાઈ રહી છે તે બાળકોની કોરોના વેક્સિન (Vaccine for children)નું પણ આગમન થવાની તૈયારી છે.

ઝાયડસ કેડીલાની બાળકોની કોરોના રસીનું ટ્રાયલ પૂરું
ભારતને ટૂંક સમયમાં કોરોના વાયરસ સામેની લડત માટે વધુ એક શસ્ત્ર મળી રહ્યું છે. કોવિડ વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડો.એન.કે.અરોરાએ કહ્યું છે કે ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની બાળકોની વેક્સિન (Vaccine for children) નું ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં આ રસી 12-18 વર્ષની વયના બાળકોને આપવાનું શરૂ થાય તેવી શક્યતા છે.

દરરોજ 1 કરોડ ડોઝના રસીકરણનું લક્ષ્ય
ડો.એન.કે.અરોરા (Dr NK Arora) એ 27 જૂનને રવિવારે કહ્યું હતું કે ICMR ના એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર થોડી મોડેથી આવવાની સંભાવના છે.દેશમાં દરેકને રસી આપવા માટે આપણી પાસે 6 થી 8 મહિનાનો સમય છે. તેમણે કહ્યું કે આગામી દિવસોમાં અમારું લક્ષ્ય છે કે દરરોજ 1 કરોડ ડોઝનું રસીકરણ કરવામાં આવે.

ડેલ્ટા પ્લસ ફેફસાના માંસપેશીઓ સાથે વધુ સંકળાયેલો છે
ડો.એન.કે.અરોરા (Dr NK Arora) એ કહ્યું છે કે ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની બાળકોની વેક્સિન (Vaccine for children) ના ટ્રાયલ સાથે કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ વિશે પણ થોડી વાત કરી. ડો. એન કે અરોરાએ કહ્યું કે ડેલ્ટા પ્લસ કોરોના વાયરસના અન્ય સ્વરૂપો કરતા ફેફસાના માંસપેશીઓ સાથે વધુ સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તે ગંભીર રોગ પેદા કરશે અથવા તે વધુ ચેપી છે.

કોરોના વાયરસના નવા સ્વરૂપડેલ્ટા પ્લસની 11 જૂને ઓળખ કરવામાં આવી હતી. તાજેતરમાં તેને ‘ચિંતાજનક’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. દેશના 12 રાજ્યોમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસના 51 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રથી આ ડેલ્ટા પ્લસના સૌથી વધુ કેસો નોંધાયા છે.

આ પણ વાંચો : ઉંમર 13 વર્ષ, શરીરનું વજન 140 કિલોગ્રામ, સૌરાષ્ટ્રમાં બાળકોમાં મેદસ્વીતાનો ત્રીજો કેસ

Published On - 5:52 pm, Sun, 27 June 21