નિષ્ણાંતોના મતે યોગ્ય સમયે શરૂ થયું રસીકરણ, કોરોનાની બીજી લહેર રોકાઈ શકે છે

|

Jan 16, 2021 | 9:59 PM

દેશમાં કોરોના વાઈરસ(Corona Virus)ના કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે.

નિષ્ણાંતોના મતે યોગ્ય સમયે શરૂ થયું રસીકરણ, કોરોનાની બીજી લહેર રોકાઈ શકે છે
પ્રતિકાત્મક ફોટો

Follow us on

દેશમાં કોરોના વાઈરસ(Corona Virus)ના કેસોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સમગ્ર દેશમાં કોરોના રસીકરણ મહા અભિયાન શરૂ થઈ ગયું છે. નિષ્ણાંતોના મતે દેશમાં યોગ્ય સમયે રસીકરણ શરૂ થયું છે. કેમકે આ રસીકરણ કોરોનાની બીજી લહેરને રોકવામાં મદદરૂપ થશે. ખાસ કરીને યુકેથી આવનારા કોરોનાના નવા સ્ટ્રેન સામે આ રસીકરણ અસરકારક નીવડશે.

 

મેદાન્તા લીવર ઈન્સ્ટીટયૂટના ચેરમેન ડો.એ.એસ.સોનીએ કહ્યું, “આપણે ભાગ્યશાળી છીએ કે કોરોનાની પ્રથમ લહેરમાં આવી રહેલા ઘટાડા સાથે આપણે રસીકરણ મહાઅભિયાન શરૂ કરી રહ્યાં છીએ. જો વસ્તીની એક મહત્વપૂર્ણ સંખ્યામાં રસીકરણ થશે તો કોરોનાની બીજી લહેરને રોકવામાં સફળતા મળશે. નિષ્ણાંતોના મતે રસીકરણની જરૂર એ સમયે જણાય છે, જ્યારે એક મોટા વર્ગમાં એન્ટીબોડી વિકસિત થવાની બાકી હોય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ શ્રીનાથ રેડ્ડીએ કહ્યું, “રસીકરણ બહુ આવશ્યક છે, કેમ કે આપના નથી જાણતા કે કોરોના વાઈરસની બીજી લહેર ક્યારે આવશે. ઘણા દેશોમાં કોરોનાની બીજી લહેર દેખાઈ છે, જ્યાં વાઈરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો છે.” ગંગારામ હોસ્પિટલના ડૉ.અતુલ કકડે કહ્યું, “કોવીડ 19 નવો રોગ છે, આથી આની કોઈ હર્ડ ઈમ્યુનિટી માનવ શરીરમાં નથી. કોરોના વેક્સિન વાઈરસને ઝડપથી ફેલાતો રોકવામાં મદદ કરશે, જો કે હજી કોરોનાના એક્ટીવ કેસ ઓછા છે પણ આ મહામારી ગમે ત્યારે પોતાનું સ્વરૂપ બદલી શકે છે.”

 

આ પણ વાંચો: Corona Vaccination: પ્રથમ દિવસે 3,351 કેન્દ્રો પર 1.65 લાખ લોકોએ લીધી રસી

Next Article