ઉત્તરાખંડ: ઈલેકટ્રીક બસની પહેલી ટ્રાયલ શુક્રવારથી શરૂ, મુખ્યપ્રધાન આપશે લીલીઝંડી

|

Dec 09, 2020 | 2:42 PM

મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટડ (MEIL) દ્વારા જોજિલા ટનલ પાસ કે જે દેશ માટે ગૌરવરૂપ છે તેનાં નિર્માણ કાર્યને હાથ પર લીધા બાદ હવે MEIL ઉત્તરાખંડ ખાતે ઈલેક્ટ્રીક બસની સેવા શરૂ કરવા જઈ રહી છે. 11 ડિસેમ્બરનાં રોજ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતનાં રહેઠાણથી ઈલેકટ્રીક બસની ટ્રાયલ રન યોજાશે કે જેમાં CLAF મેમ્બર સ્ટાફ, મીડીયા માધ્યમને સમાવવામાં […]

ઉત્તરાખંડ: ઈલેકટ્રીક બસની પહેલી ટ્રાયલ શુક્રવારથી શરૂ, મુખ્યપ્રધાન આપશે લીલીઝંડી

Follow us on

મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટડ (MEIL) દ્વારા જોજિલા ટનલ પાસ કે જે દેશ માટે ગૌરવરૂપ છે તેનાં નિર્માણ કાર્યને હાથ પર લીધા બાદ હવે MEIL ઉત્તરાખંડ ખાતે ઈલેક્ટ્રીક બસની સેવા શરૂ કરવા જઈ રહી છે. 11 ડિસેમ્બરનાં રોજ મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતનાં રહેઠાણથી ઈલેકટ્રીક બસની ટ્રાયલ રન યોજાશે કે જેમાં CLAF મેમ્બર સ્ટાફ, મીડીયા માધ્યમને સમાવવામાં આવશે. મુખ્યપ્રધાન પોતે ઈલેકટ્રીક બસને લીલી ઝંડી આપશે. જણાવી દઈએ કે ઓલેક્ટ્રા ગ્રીનટેક કંપની મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટડ (MEIL)ની સહયોગી કંપની છે.

 

જણાવી દઈએકે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ દેહરાદુનમાં 30 સ્માર્ટ ઈલેક્ટ્રીક બસ ચલાવવામાં આવશે, માહિતિ પ્રમાણે દેહરાદુનમાં કુલ ત્રણ રૂટ પર ઈલેકટ્રીક બસની ટ્રાયલ થશે. ઈલેકટ્રીક બસની આ ટ્રાયલ અગર સફળ રહી તો આ મહીનાનાં અંત સુધીમાં 11 ઈલેકટ્રીક બસ દેહરાદુન પહોચી જશે.
બસની ખાસીયત:
બતાવાઈ રહ્યું છે કે આ ઈલેકટ્રીક બસમાં કુલ 26 બેઠક રહેશે. આ સિવાય આ બસમાં દિવ્યાંગ લોકો માટે વ્હીલચેરની સાથે હાઈડ્રોલીક રેમ્પ પણ રહેશે. એક વાર ચાર્જ કર્યા બાદ આ ઈલેક્ટ્રીક બસ આશરે 150 કિલોમીટર સુધી ચલાવી શકાશે. બસમાં ફોન ચાર્જીગ સિસ્ટમ સાથે ઈમરજન્સી બટન પણ હશે. જો કે હજુ સુધી આ બસનું ભાડુ નક્કી કરાયું નથી. ટ્રાયલ માટે ચાલનારી બસને હૈદરાબાદથી મંગાવવામાં આવી છે.
કેવી રીતે ચાલશે બસ?
દેહરાદુન સ્માર્ટ સીટી લિમિટેડ કંપનીનાં CEO ડોક્ટર આશીષ શ્રીવાસ્તવનાં જણાવ્યા પ્રમાણે આ ઈલેકટ્રીક બસ માટે સરકાર તરફથી કોઈ ખર્ચો નથી કરવામાં આવ્યો. આ બસ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડ હેઠળ આ બસ ચલાવવામાં આવશે. દેશની સૌથી મોટી ઈલેકટ્રીક બસ કંપની ઓલેક્ટ્રા ગ્રીનટેક તેનું સંચાલન કરશે અને કંપનીને 65 રૂપિયા પ્રતિ કિલોમીટરનાં હિસાબથી ચુકવણી કરવામાં આવશે.
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article