Uttarakhand: તપોવન ડેમ પર કામ કરી રહેલા શ્રમિકો તણાયા હતા પાણીમાં, જુઓ VIDEO

|

Feb 10, 2021 | 7:05 PM

Uttarakhand: 7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટવાને કારણે ઋષિ ગંગા અને ધૌલી નદીમાં ભયાનક પુર આવ્યું હતું.

Uttarakhand: 7 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈની ગામ નજીક ગ્લેશિયર તૂટવાને કારણે ઋષિ ગંગા અને ધૌલી નદીમાં ભયાનક પુર આવ્યું હતું. આ દુર્ઘટનામાં ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ નાશ પામ્યો છે. ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો હજી પણ ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાની આ ઘટનાના ભયાનક દ્રશ્યો સામે આવી રહ્યા છે.

 

 

એક વીડિયો વાયરલ થયો છે, જેમાં પુર સમયે તપોવન ડેમ પર કામ કરી રહેલા શ્રમિકો પુરના પાણીથી બચવા આમ તેમ દોડી રહ્યા છે અને અંતે પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તપોવન ડેમ પર કેટલાક શ્રમિકો ઉભા હતા અને આંખના પલકારામાં તમામ શ્રમિકો પુરના પાણીમાં તણાઈ ગયા.

 

આ પણ વાંચો: કિસાન મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો પ્રહાર, કહ્યું ઉદ્યોગપતિઓ માટે ધબકે છે PM મોદીનું દિલ

Next Video