ઉત્તરાખંડમાં ટનલ દુર્ઘટનાના બચાવ કાર્યમાં ભારતીય વાયુસેના મદદે, ડ્રિલિંગ મશીન દિલ્હીથી ઘટના સ્થળ પર પહોંચાડાયું

ભારતીય વાયુસેનાએ 12 નવેમ્બરથી ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતા કાટમાળ નીચે ફસાયેલા 40 કામદારોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બનેલી આ ઘટનાને લઈ મુખ્યમંત્રી સહિતના આગેવાનો સત્ત આ અંગે કામગીરી કરી રહયા છે. આ દરમ્યાન વાયુસેનાએ ડ્રિલિંગ મશીન સાધનોને દિલ્હીથી ગંગા એરપોર્ટથી દુર્ઘટના સ્થળ પર પહોંચાડ્યા છે. 

ઉત્તરાખંડમાં ટનલ દુર્ઘટનાના બચાવ કાર્યમાં ભારતીય વાયુસેના મદદે, ડ્રિલિંગ મશીન દિલ્હીથી ઘટના સ્થળ પર પહોંચાડાયું
| Updated on: Nov 15, 2023 | 10:26 PM

ઉત્તરાખંડમાં જે ચાર ધામ હાઈવે પ્રોજેક્ટ પર એક નિર્માણાધીન ટનલના એક ભાગના ભંગાણના કાટમાળ નીચે ફસાયેલા 40 કામદારોને બચાવવાના બચાવ હવે ભારતીય વાયુસેના પણ 12 નવેમ્બરથી આ અભિયાનમાં જોડાઈ છે.

આ સાથે તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સુરંગમાં પાઇપ વડે ‘એસ્કેપ ટનલ’ બનાવવા માટે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જે માટે આ માટે દિલ્હીથી C-130 J સુપર હર્ક્યુલસ વડે ડ્રિલિંગ સાધનો મોકલવામાં આવ્યા છે.

એવી માહિતી સામે આવી છે કે ભારે મશીનરી દુર્ઘટના સ્થળ પર લઈ જવામાં આવી હતી. જ્યારે બીજુ વિમાન દિલ્હીથી 12 ટન મહત્વપૂર્ણ સાધનો લઈને રવાના થયું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરીએ આ સમગ્ર બાબતે માહિતી આપતા હતું કે વહેલી તકે તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવશે.

બીજી તરફ, ટનલમાં ફસાયેલા તમામ કામદારો સુરક્ષિત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, આ ફસાયેલા કામદારોને પાણી, ઓક્સિજન, ડ્રાય ફ્રૂટ્સ અને અન્ય ભોજન સામગ્રી, વીજળી, દવાઓ વગેરે પાઈપ દ્વારા પહોંચાડવામાં આવી રહી છે.

ટનલમાં ફસાયેલા કામદારો સુરક્ષિત હોવાનો દાવો

સ્થાનિક પોલીસ અધિકારીઓએના જણાવ્યા અનુસાર સુરંગમાં ફસાયેલા તમામ 40 કામદારો સુરક્ષિત છે. તેણે કહ્યું કે એક કામદારની સ્થિતિ ગંભીર છે. તેથી તેને દવાઓ પણ સપ્લાય કરવામાં આવી રહી હોવાનું જણાવ્યુ હતું.

આ સાથે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના 160 બચાવ કર્મચારીઓની ટીમ દિવસ-રાત બચાવ કામગીરીમાં લાગી છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી ચૂક, એક મહિલા સિક્યોરિટી કોર્ડન તોડીને કાર સામે આવી, જુઓ વીડિયો

કામદારોના બચાવવા માટે ડ્રિલિંગની હતી તાત્કાલિક  જરૂર

માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તરાખંડમાં  ચાલી રહેલી પરિયોજના પર ટનલનો એક ભાગ તૂટી પડવાને કારણે ફસાયેલા બાંધકામ કામદારોને બચાવવા માટે ડ્રિલિંગ સાધનોની તાત્કાલિક જરૂર હતી. આને ધ્યાનમાં રાખીને, ભારતીય વાયુસેના, તેના C-130 J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને, હવે આશરે સાત ટન વજનના ડ્રિલિંગ સાધનોને સ્થળની નજીકના મા ગંગા એરપોર્ટ પર લઈ ગયા છે. આ સિવાય લગભગ બાર ટન વજનના અન્ય મહત્ત્વના સાધનોને લઈને અન્ય એક વિમાને પણ દિલ્હીથી ઉડાન ભરી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:24 pm, Wed, 15 November 23