Uttarakhand Joshimath Dam News LIVE: ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા વિજય રૂપાણીએ મુખ્ય સચિવને આપી સુચના

ઉતરાખંડમાં (Uttarakhand) થયેલા હિમસ્ખલનથી નદી ઉપર બાંધેલ બંધ અને પુલ તૂટી ગયા છે. જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર થવા પામી છે. આ દુર્ઘટનાને કારણે ફસાઈ ગયેલા ગુજરાતના પ્રવાસીઓને જરરૂ મદદરૂપ થવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, મુખ્ય સચિવને જરૂરી સુચના આપી છે.

Uttarakhand Joshimath Dam News LIVE: ઉતરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓને મદદરૂપ થવા વિજય રૂપાણીએ મુખ્ય સચિવને આપી સુચના
Uttarakhand Joshimath Dam News
| Updated on: Feb 07, 2021 | 2:45 PM

ઉતરાખંડમાં (Uttarakhand) થયેલા હિમસ્ખલનથી નદી ઉપર બાંધેલ બંધ અને પુલ તૂટી પડતા ભારે પૂર આવ્યુ છે. નદીમાં વિજળી વેગે ઘસમસતા પૂરના પ્રચંડ વેગથી પૂલ પણ તણાઈ ગયા છે. એટલુ જ નહી ઋષિગંગા અને ધોલીગંગા હાઈડ્રોપાવર પ્રોજેક્ટના કામદારો પણ તણાઈ ગયાના સમાચાર છે. નદી પરના પૂલ અને રસ્તા તુટી પડતા, પ્રવાસીઓના વાહનવ્યવહારને ભારે અસર થવા પામી છે. આ સંજોગોમાં ગુજરાતની પ્રવાસીઓને મદદરૂપ થવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ, ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમને ઉતરાખંડ રાજ્યના  વહીવટી તંત્ર સાથે સંપર્ક કેળવીને તમામ પ્રકારે મદદરૂપ થવા સુચના આપી છે.