Uttarakhand Joshimath Dam News: ગ્લેશિયર દુર્ઘટના વચ્ચે તંત્ર એલર્ટ પર, કેદારનાથ જેવા દ્રશ્યો, NDRFની ટીમ ઘટનાસ્થળ પર જવા રવાના

|

Feb 07, 2021 | 5:35 PM

Uttarakhand Joshimath Dam News: ઉત્તરાખંડનાં ચમોલી જિલ્લામાં ઋષિગંગા નદી પાવર પ્રોજેક્ટનાં ડેમનો એક હિસ્સો ટુટી ગયો છે જેને લઈને અલકનંદા નદીમાં પ્રવાહ વધી ગયો છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું છે અને ઋષિકેશ, હરિદ્વાર સહિતનાં મેદાનનાં વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

ડેમ ટુટવાને લઈને અલકનંદા નદીનાં પ્રવાહમાં પાણીનું સ્તર સતત વધવા લાગ્યું છે. હાલમાં કોઈ પણ પ્રકારનાં જાનમાલનાં નુક્શાનના સમાચાર સામે નથી આવી રહ્યા જો કે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જણાવી દઈએ કે જોશીમઠથી આગળ નીતિ માર્ગ પર ઋષિગંગા નદી પર પાવર પ્રોજેક્ટ છે કે જે 24 મેગાવોટ વિજળીનું ઉત્પાદન કરી રહ્યો છે.

બતાવવામાં આવી રહ્યું છે કે પહાડી વિસ્તારમાં ગ્લેશિયરનો એક ભાગ ટુટીને આ ડેમ પર પડ્યો હતો જેને લઈને ડેમનું પાણી અલકનંદા નદીમાં સ્પીડમાં જવા લાગ્યું હતું અને આજ પાણી ઋષિકેશ, હરિદ્વારમાં 6-7 કલાકમાં પહોચી જશે. રાજ્યનાં મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિહં રાવતે ટ્વીટ કરીને ખાસ જણાવ્યું હતું કે લોકો અફવા પર ધ્યાન ન આપે સરકાર તમામ પ્રકારનાં પગલા ઉઠાવી રહી છે.

ગ્લેશિયર ફાટવાનાં કારણે બંધને નુક્શાન થતા ધોલી નદીમાં પૂર આવી ગયું અને તપોવન બૈરાજ પુરી રીતે નક્શાનીમાં જતો રહ્યો છે. ઘટચના પછી અનેક લોકો લાપત્તા થઈ ગયા છે. ચમોલીથી હરિદ્વાર સુધી ખતરો બતાવવામાં આવી રહ્યો છે. પોલીસ તેમજ SDRFની ટીમ નદી કિનારાનાં સ્થ પર પહોચીને લાઉડસ્પીકરથી લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સુચના આપી રહી છે.

Published On - 1:40 pm, Sun, 7 February 21

Next Video