JOSHIMATH-UTTARAKHAND LATEST UPDATE: હેલ્પલાઇન નંબર થયો જાહેર, આ રીતે મેળવો તમારા સ્વજનની ભાળ

|

Feb 07, 2021 | 1:30 PM

UTTARAKHAND LATEST UPDATE: ઉત્તરાખંડના જોશી મઠમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જોષીમઠમાં ડેમ તૂટી ગયો છે. જેમાં અનેક લોકો તણાઈ જવાની વાત સામે આવી છે. વહીવટી તંત્રે હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા છે. જેના આધારે સ્વજનની ભાળ મેળવી શકાશે.

UTTARAKHAND LATEST UPDATE: ઉત્તરાખંડના જોશી મઠમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જોષીમઠમાં ડેમ તૂટી ગયો છે. જેમાં અનેક લોકો તણાય જવાની વાત સામે આવી છે. જોશીમઠના હેડ કોન્સ્ટેબલ મંગલસિંહને જણાવ્યું હતું કે તેમને સવારે 10.55 વાગ્યે જોશીમઠ પોલીસ સ્ટેશનથી રાણી ગામે ડેમ તૂટવાની માહિતી મળી હતી. આ પછી હરિદ્વાર સુધી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચમોલી જિલ્લાના પોલીસ અધિક્ષક યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઘણું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ પરિસ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી. આપત્તિ રાહત ટીમ સ્થળ પર જઇ રહી છે. આ બાદ જ નુકસાનની સ્થિતિ સ્પષ્ટ થશે.

ઉત્તરાખંડ પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તપોવન રૈની વિસ્તારમાં હિમનદી તૂટી જવાને કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. પોલીસે કહ્યું છે કે નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે અલકનંદા નદીના કાંઠે વસતા લોકોને સલામતી માટે વહેલી તકે સલામત સ્થળોએ જવા અપીલ કરવામાં આવી રહી છે. ચામોલી પોલીસે પણ તેઓનો સંપર્ક કરવા નંબર જાહેર કર્યો છે. આ સાથે જ ઉતરખંડના મુખ્યમંત્રી દ્વારા પણ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે.
Helpline: 1070, 1905
Mobile : 9557444486
Whatsapp:  9458322120,
FaceBook: chamoli police,
Twitter:  @chamolipolice @SP_chamoli,
Instagram: chamoli_police

ઉતરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતની સાથેસાથે ઉતરાખંડના SDRF દ્વારા પણ વધુ ત્રણ હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.

+91135 2410197
+91135 2412197
+919456596190

Published On - 1:10 pm, Sun, 7 February 21

Next Video