Uttarakhandમાં જોશીમઠ નજીક ડેમ તૂટયો, અનેક લોકો ડૂબી ગયાની આશંકા

|

Feb 07, 2021 | 12:36 PM

ઉત્તરાંખડના જોશીમઠ નજીક હિમસ્ખલન થતા, ડેમ તુટી પડ્યો છે. જેના કારણે નદીમાં ધસમસતા પૂરના પાણીએ, નદી ઉપર બાંધેલા પુલ તોડી નાખ્યા છે. પ્રાથમિક વિગત અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 75 લોકો તણાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. સ્થાનિકોનું કહેવુ છે કે મરણઆંક વધી શકે છે.

ઉત્તરાંખડના જોશીમઠ નજીક અચાનક બરફનું તોફાન આવી ગયું હતું. હિમસ્ખલન થતા ડેમ તુટી પડયો હતો. જેના કારણે પ્રવાહના ઘસમસતા પ્રવાહથી પુલ તૂટી ગયા હતા. આ દુર્ધટનામાં ઓછામાં ઓછા 75 લોકો તણાઈ ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના રૈની ખાતે હીમ શીલા  તુટી પડવાને કારણે આ દુર્ધટના સર્જાઈ હતી.  એવું કહેવામાં આવી રહ્યું છે કે હીમશીલા તૂટવાના કારણે, ચમોલીની ધૌલી નદી ઉપર બંધાયેલ બંધ તુટી પડ્યો હતો. જેના કારણે નદીમાં  પૂર આવ્યું છે.  ચમોલીથી હરિદ્વાર સુધીના વિસ્તારમાં આ દુધર્ટનાને કારણે જોખમ વધ્યું છે. ઘટનાની જાણ થતા વહીવટી ટીમ સ્થળ પર રવાના થઈ ગઈ છે. પોલીસ ચમોલી જિલ્લાના નદી કાંઠે લાઉડ સ્પીકરથી લોકોને એલર્ટ કરી રહી છે. અને બચાવ તેમજ રાહત કામ હાથ ધર્યુ છે.

ચમોલીના પોલીસ અધિક્ષક યશવંતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ઘણું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ પરિસ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી. ટીમ સ્થળ પર જવા રવાની થઇ છે તો જ નુકસાનની સ્થિતિ સ્પષ્ટ થશે. ધૌલી નદીમાં પૂરની માહિતી મળતાં ચમોલી જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે હરિદ્વાર જિલ્લા વહીવટીતંત્રે પણ એલર્ટ જારી કર્યું છે. તમામ પોલીસ સ્ટેશન અને નદી કાંઠાની જનતાને જાગૃત રહેવાની સૂચના આપવામાં આવી છે.

Published On - 12:08 pm, Sun, 7 February 21

Next Video