On This Day: આજના દિવસે જ અમેરિકાનું અવકાશયાન ‘ચેલેન્જર’ થયું હતું ક્રેશ, તમામ 7 અવકાશયાત્રીના થયા હતા મોત

|

Jan 28, 2022 | 6:52 AM

વર્ષ 1998માં આ દિવસે ટાડા કોર્ટે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ 26 આરોપીઓને મોતની સજા સંભળાવી હતી.

On This Day: આજના દિવસે જ અમેરિકાનું અવકાશયાન ચેલેન્જર થયું હતું ક્રેશ, તમામ 7 અવકાશયાત્રીના થયા હતા મોત
Spacecraft (Photo- Twitter)

Follow us on

આજનો દિવસ ઈતિહાસમાં બે મોટી ઘટનાઓના સાક્ષી તરીકે નોંધાયેલો છે. 28 જાન્યુઆરી 1986ના રોજ અમેરિકાનું (America) સ્પેસક્રાફ્ટ (Spacecraft) ચેલેન્જર ક્રેશ થયું. ફ્લોરિડાથી ટેક-ઓફની 73 સેકન્ડની અંદર તે વિસ્ફોટ થયો હતો. જેમાં રહેલા તમામ સાત અવકાશયાત્રીઓ માર્યા ગયા હતા. મૃત્યુ પામેલા લોકોમાં એક શિક્ષકનો પણ સમાવેશ થાય છે, જેમને અવકાશમાં જનારા પ્રથમ નાગરિક તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, બીજી મોટી ઘટના 28 જાન્યુઆરી 1998ની છે. જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના (Former Prime Minister Rajiv Gandhi)  હત્યારાઓને ટાડા કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. 1991ની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન મે મહિનામાં તમિલનાડુના શ્રીપેરમ્બુદુરમાં બોમ્બ હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.

દેશ અને વિશ્વના ઈતિહાસમાં 28 જાન્યુઆરીની તારીખે નોંધાયેલી અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ

1813: પ્રખ્યાત બ્રિટિશ લેખક જેન એસ્ટનની રોમેન્ટિક નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ પ્રથમ વખત પ્રકાશિત થયું. તેની ગણના અંગ્રેજી સાહિત્યની સૌથી ચર્ચિત કૃતિઓમાં થાય છે.

1835: કલકત્તા મેડિકલ કોલેજની સ્થાપના.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

1865: લાલા લજપત રાયનો જન્મ

1898: ભારતમાં સિસ્ટર નિવેદિતાનું આગમન.

1900: જનરલ કેએમ કરિયપ્પાનો જન્મ, જેઓ દેશના પ્રથમ રાજ્યપાલ બન્યા હતા.

1933: ચૌધરી રહેમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ હેઠળ અલગ રાષ્ટ્રની રચના માટે ‘પાકિસ્તાન’ નામ સૂચવ્યું.

1986: અમેરિકાનું સ્પેસ શટલ ચેલેન્જર ક્રેશ થયું. તમામ સાત અવકાશયાત્રીઓ મૃત્યુ પામ્યા.

1998: ટાડા કોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કાવતરામાં સામેલ 26 આરોપીઓને ફાંસીની સજા ફટકારી.

2000: અંડર-19 વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવી ટાઇટલ જીત નોંધાવી.

2002: ખરાબ હવામાનને કારણે નેવાડો ડી કેમ્બેલ જ્વાળામુખીના ઢોળાવ પર ઇક્વાડોરનું વિમાન ક્રેશ થયું. વિમાનમાં સવાર તમામ 92 લોકોના મોત થયા હતા.

2002: અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લનું પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન દ્વારા અપહરણ કરવામાં આવ્યું.

2005: પોર્ટુગલની સુપ્રીમ કોર્ટે મુંબઈ બોમ્બ ધડાકાના આરોપી અબુ સાલેમના પ્રત્યાર્પણની મંજૂરી આપી.

2010: બાંગ્લાદેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મુજીબુર રહેમાનના પાંચ હત્યારાઓને ફાંસી આપવામાં આવી.

આ પણ વાંચો : Pakistan Terrorist Attack: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 10 સૈનિક થયા શહિદ, એક આતંકવાદી ઠાર

આ પણ વાંચો : આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ

Next Article