US Defence Minister Phone Call to Rajnath Singh: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે ફોન પર યુએસ સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન (US Defense Minister Lloyd Austin) સાથે વાત કરી હતી. આ દરમિયાન ઓસ્ટીને તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં મૃત્યુ પામેલા સીડીએસ જનરલ બિપિન રાવત સહિત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું, ‘રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનના ટેલિફોન કૉલની ઊંડી પ્રશંસા કરીએ છીએ, જેમણે CDS જનરલ બિપિન રાવત (CDS General Bipin Rawat),તેમની પત્ની અને 11 સશસ્ત્ર દળોના જવાનોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.’
Deeply appreciate the telephone call from @SecDef, Mr. Lloyd Austin, who expressed his condolences on the demise of CDS General Bipin Rawat, his wife and 11 armed forces personnel.
Seceratry Austin warmly recalled his meeting with Gen Rawat during latter’s recent visit to USA.
— Rajnath Singh (@rajnathsingh) December 13, 2021
પોતાના ટ્વીટમાં રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું છે કે “ઓસ્ટીને જનરલ રાવતની અમેરિકાની તાજેતરની મુલાકાત દરમિયાન જનરલ રાવત સાથેની તેમની મુલાકાતને યાદ કરી.”. ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat Death), તેમની પત્ની અને લશ્કરી અધિકારીઓ સહિત કુલ 14 લોકો હેલિકોપ્ટરમાં હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા હતા અને માત્ર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ (Varun Singh)બચી ગયા હતા. જેમની હાલ સારવાર ચાલી રહી છે.
દુર્ઘટનાના બીજા દિવસે અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “જનરલ રાવતે ભારત-યુએસ સંરક્ષણ ભાગીદારી પર અમીટ છાપ છોડી છે અને ભારતીય સશસ્ત્ર દળોના એકીકૃત લડાયક ક્ષમતા સંગઠન તરીકે ઉદભવવામાં કેન્દ્રીય હતા.” ઓસ્ટીને કહ્યું કે તેઓ આ વર્ષે જનરલ રાવતને મળ્યા હતા.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને (US Secretary of State Antony Blinken) કહ્યું હતું કે ‘ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત, તેમની પત્ની અને સહકર્મીઓના અકસ્માતમાં મૃત્યુ પર હું ખૂબ જ શોક વ્યક્ત કરું છું. અમે જનરલ રાવતને તેમના અસાધારણ નેતૃત્વ કૌશલ્યો માટે હંમેશા યાદ રાખીશું, જેમણે તેમના દેશની સેવા કરી અને યુએસ-ભારત સંબંધોને ગાઢ બનાવવા માટે કામ કર્યું.
Deeply appreciate the telephone call from @SecDef, Mr. Lloyd Austin, who expressed his condolences on the demise of CDS General Bipin Rawat, his wife and 11 armed forces personnel.
Seceratry Austin warmly recalled his meeting with Gen Rawat during latter’s recent visit to USA.
— Rajnath Singh (@rajnathsingh) December 13, 2021
હેલિકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત બ્રિગેડિયર એલએસ લિડર, લેફ્ટનન્ટ કર્નલ હરજિંદર સિંહ, એનકે ગુરસેવક સિંહ, એનકે જિતેન્દ્ર કુમાર, એલ/નાયક વિવેક કુમાર, એલ/નાયક બી સાઈ તેજા, હવાલદાર સતપાલનું મૃત્યુ થયું છે. અધિકારીઓમાં સીડીએસના સંરક્ષણ સહાયકો, સુરક્ષા કમાન્ડો અને વાયુસેનાના પાયલટનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે CDS વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા.