CM Yogi Delhi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોગી આદિત્યનાથે કરી મુલાકાત, યુપીમાં નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પર કરી ચર્ચા

|

Mar 13, 2022 | 8:40 PM

યુપીના કાર્યવાહક મુખ્યપ્રધાન દિલ્હીમાં એક પછી એક ભાજપના ટોચના નેતૃત્વને મળી રહ્યા છે. બીએસ સંતોષ બાદ તેઓ વેંકૈયા નાયડુ અને હવે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે.

CM Yogi Delhi Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે યોગી આદિત્યનાથે કરી મુલાકાત, યુપીમાં નવી સરકારની રચનાની ફોર્મ્યુલા પર કરી ચર્ચા
Before taking oath as CM in UP, Yogi Adityanath met PM Narendra Modi. (Photo-ANI)
Image Credit source: ANI

Follow us on

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh)  કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi) આજે દિલ્હીના પ્રવાસે છે. યુપી જીત્યા બાદ તેઓ પહેલીવાર પાર્ટીના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરવા દિલ્હી પહોંચ્યા છે. યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને મળ્યા. કાર્યવાહક મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા 7-લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. આ પહેલા તેઓ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષને મળ્યા હતા. યુપીમાં સરકારની રચના (UP Government) પર વિચાર મંથન કરવા માટે કાર્યવાહક સીએમ યોગી આજે દિલ્હી પહોંચ્યા છે. યુપીમાં વિજય બાદ તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

માનવામાં આવી રહ્યું છે કે આ બેઠક દરમિયાન બંને વચ્ચે સરકાર રચવા અંગે વાતચીત થઈ હતી. આ દરમિયાન કાર્યવાહક સીએમ યોગીની કેબિનેટની રચનાની સાથે શપથ ગ્રહણ પર પણ ચર્ચા થઈ હતી. બપોરે એક વાગ્યે કાર્યવાહક સીએમ યોગી સંગઠન મહાસચિવ બીએલ સંતોષને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

યુપીના કાર્યવાહક મુખ્યપ્રધાન દિલ્હીમાં એક પછી એક ભાજપના ટોચના નેતૃત્વને મળી રહ્યા છે. બીએસ સંતોષ બાદ તેઓ વેંકૈયા નાયડુ અને હવે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ પછી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને રાજનાથ સિંહ સહિત અન્ય ઘણા મોટા નેતાઓને મળશે.

યુપીમાં સરકારની રચના પર ચર્ચા

તમને જણાવી દઈએ કે યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 273 સીટો પર જીત મેળવી છે. આ પછી રાજ્યમાં નવી સરકારની રચનાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. સમાચાર અનુસાર, કાર્યવાહક સીએમ યોગી હોળી પછી શપથ લઈ શકે છે. આ પહેલા તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે સરકાર રચવાના મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. સમાચાર મુજબ પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન કાર્યવાહક સીએમ યોગીએ યુપીમાં સરકાર બનાવવાની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન શપથગ્રહણની તારીખને લઈને પણ ચર્ચા થઈ રહી છે.

‘ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન’

પીએમ નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કાર્યવાહક સીએમ યોગી સાથે મુલાકાતની માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં પીએમએ લખ્યું છે કે યોગી આદિત્યનાથજી સાથે મુલાકાત થઈ. આ સાથે પીએમએ ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ અભિનંદન પણ પાઠવ્યા. તેમણે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં તેમણે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી છે. પીએમએ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં તેઓ રાજ્યને વિકાસની વધુ ઊંચાઈઓ પર લઈ જશે.

 

આ પણ વાંચો :  પંજાબ બાદ હિમાચલ પ્રદેશમાં AAPની એન્ટ્રી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- અહીં તેમના માટે કંઈ નથી

Next Article