
ઉન્નાવ ગેંગરેપ પીડિતાને લખનૈઉની સિવિલ હોસ્પિટલથી દિલ્હીના સફદરજંગમાં લાવવામાં આવી છે. ડૉક્ટરોની રિપોર્ટ બાદ પીડિતાને એરલિફ્ટ કરીને દિલ્હી સુધી લાવવામાં આવી છે. પીડિતાને દિલ્હી સુધી પહોંચાડવા માટે 2 સીઓ અને હોસ્પિટલ પ્રશાસનને કામે લગાવ્યા હતા. પીડિતાને બંદરિયા બાગ અને અર્જુનગંજ મારફત શહીદ પથના રસ્તા પરથી લખનૈઉ એરપોર્ટ પહોંચાડી હતી.
આ પણ વાંચોઃ દેશની સંસદમાં હવે સસ્તું ભોજન મળશે નહીં…કેન્ટિનમાં સબસીડીને કરાશે બંધ!
જ્યારે પીડિતા દિલ્હી પહોંચી તો, તેને એરપોર્ટથી સફદરજંગ સુધી પહોંચાડવા ગ્રીન કૉરિડોર બનાવાયો હતો. પીડિતાને એરપોર્ટથી પાલમ ટંકી, પરેડ રો, જીજીઆર રો, ધૌલા કુઆ અને રિંગ રોડ દ્વારા સફદરજંગ સુધી પહોંચાડવામાં આવી હતી. ગ્રેટર નોઈડાની CO તનુ ઉપાધ્યાયની ટીમ એરપોર્ટે હાજર હતી. અને એમ્બ્યુલન્સની સાથે સફદરજંગ હોસ્પિટલ પહોંચી હતી.
હૈદરાબાદની ઘટના બાદ ઉન્નાવમાં પણ હેવાનિયતની તમામ હદ પાર કરતી ઘટના સામે આવી છે. ઉન્નાવમાં 20 વર્ષની પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ અને પછી ખેતરમાં જિવતી સળગાવવાની કોશિશ થઈ છે. પીડિતાનું શરીર 90 ટકા સુધી દાઝી ગયું છે. જે બાદ ભાનમાં આવેલી યોગી સરકારે અધિકારીઓને દોડતા કર્યા હતા. આ વાત જાણીને તમે પણ ચોંકી જશો કે, યુવતી એક કિલોમિટર સુધી મદદ માટે આમતેમ ભાગી હતી. અને તેણે પોતાની જાતે જ પોલીસને પણ ફોન લગાવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો