અનોખા લગ્ન : એક વરરાજાએ બે નવવધૂ સાથે કર્યા લગ્ન

આ વાત કદાચ તમારા માનવામાં નહિ આવે પરંતુ આ વાત સત્ય છે. હા એક વરરાજા(Groom)એ બે નવવધૂ સાથે એક જ મંડપમાં લગ્ન (wedding)કર્યા છે. તેમજ આ લગ્ન સમયે તેના કુટુંબીજનો અને સગાસબંધીઓ પણ ઉપસ્થિત હતા. લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

અનોખા લગ્ન : એક વરરાજાએ બે નવવધૂ સાથે કર્યા લગ્ન
એક વરરાજાએ બે નવવધૂ સાથે કર્યા લગ્ન
| Updated on: Jun 18, 2021 | 7:58 PM

આ વાત કદાચ તમારા માનવામાં નહિ આવે પરંતુ આ વાત સત્ય છે. હા એક વરરાજા(Groom)એ બે નવવધૂ સાથે એક જ મંડપમાં લગ્ન (wedding)કર્યા છે. તેમજ આ લગ્ન સમયે તેના કુટુંબીજનો અને સગાસબંધીઓ પણ ઉપસ્થિત હતા અને લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

છેલ્લા ચાર વર્ષથી ઉષારાણી અને સુરેખા નામની  છોકરીઓ સાથે પ્રેમમાં

આ અનોખા લગ્ન થયાં છે તેલંગાણાના અદિલાબાદ જિલ્લામાં જ્યાં એક વરરાજા(Groom)એ બે નવવધૂઓ સાથે લગ્ન(wedding) કર્યા હતા. આ વરરાજા ઉટનૂર મંડળના ઘનપુર ગામનો રહેવાસી અર્જુન છે. જે છેલ્લા ચાર વર્ષથી ઉષારાણી અને સુરેખા નામની બે આદિવાસી છોકરીઓ સાથે પ્રેમમાં છે. તેમજ આ બંને યુવતીઓ પણ બધું જાણે છે અને અર્જુનને પ્રેમ કરે છે.તેમજ આ બધા નજીકના સબંધી પણ છે.

કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો

યુવતી સુરેખા અને ઉષારાણી પણ એકબીજા વિશે જાણે છે. તેમજ તે બંને છેલ્લાં ચાર વર્ષથી અર્જુનને પ્રેમ કરે છે. જ્યારે ત્રણે લોકોએ લગ્ન(wedding)કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારે દરેકના પરિવારે તેમનો સાથ આપ્યો હતો અને કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો.

ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા

એવું કહેવામાં આવી રહ્યું છે કે અર્જુને ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે સુરેખા અને ઉષારાણી બંને તેમની ડિગ્રી મેળવવા અભ્યાસ કરી રહ્યા છે. ઘનપુર ગામમાં આદિવાસીઓના રિવાજો મુજબ વરરાજા(Groom)એ બંને નવવધૂ સાથે ખૂબ ધૂમધામથી લગ્ન કર્યા હતા.

Published On - 7:55 pm, Fri, 18 June 21