DELHI : દેશમાં હાલ નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિએશન ક્ષેત્રે ધરખમ ફેરફારો અને સુધારાઓ થઇ રહ્યાં છે. આ દિશામાં હાલમાં જ દેશના ઘણા શહેરોમાં એર કનેક્ટિવિટી વધારવા જુદા જુદા શહેરો વચ્ચે નવી વિમાની સેવા શરૂ કરવામાં આવી, તો આ સાથે જ નવી ડ્રોન પોલિસી પણ જાહેર કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સિવિલ એવિએશન ક્ષેત્રે થતા મોટા પરિવર્તનો અંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. દેશમાં 20 હજાર કરોડના ખર્ચે સિવિલ એવિએશન ક્ષેત્રે વિકાસ અને વિસ્તરણનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના એરપોર્ટના વિકાસ અને વિસ્તાર માટે સૂચન કરવામાં આવ્યું છે.