UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે ભારતના કર્યા વખાણ, કહ્યું- ‘ભારતનું નેતૃત્વ અનુકરણીય’

|

Jan 30, 2023 | 6:01 PM

યુક્રેન અને સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપિત કરવા બદલ હું ભારતની પ્રશંસા કરું છું. આ દરમિયાન, 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના પ્રમુખ સબા કોરોસીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી

UNGA: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે ભારતના કર્યા વખાણ, કહ્યું- ભારતનું નેતૃત્વ અનુકરણીય
UN General Assembly President praises India

Follow us on

ભારતની મુલાકાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસીએ સોમવારે કહ્યું કે, અમે યુક્રેન યુદ્ધની પ્રથમ વર્ષગાંઠની નજીક આવી રહ્યા છીએ. આ યુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત થયા હતા. એક યુદ્ધ જે વિશ્વભરને ઊર્જા અને ખાદ્ય કટોકટી તરફ દોરી ગયુ. ત્યારે યુક્રેન અને સમગ્ર વિશ્વમાં શાંતિની સ્થાપિત કરવા બદલ હું ભારતની પ્રશંસા કરું છું. આ દરમિયાન, 77મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના પ્રમુખ સબા કોરોસીએ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી અને અને યુક્રેન રશિયા વોર દરમિયાન ભારત તરફથી કરવામાં શાંતિ સ્થાપિત કરવાની પહેલની ખુબ જ પ્રશંસા કરી હતી.

વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનું નેતૃત્વ અનુકરણીય

તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનું નેતૃત્વ અનુકરણીય રહ્યું છે. સાત દાયકાથી ભારત અને સંયુક્ત રાષ્ટ્ર એક સાથે પ્રવાસ કરે છે. ભારત શાંતિ તેમજ રક્ષામાં સૈનિકોનું સૌથી મોટું યોગદાન આપનાર દેશ છે. તેમણે કહ્યું, હું 150 થી વધુ દેશોમાં રસીની નિકાસ કરવા અને G20 અધ્યક્ષતા કરવા બદલ ભારતની ઉદારતાની પ્રશંસા કરું છું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અમારો ઉદ્દેશ્ય વિજ્ઞાન દ્વારા એકતા, સ્થિરતા અને ઉકેલો છે, એમ સબાહ કોરોસીએ જણાવ્યું હતું. અમારો ઉદ્દેશ્ય શાંતિ માટે રાષ્ટ્રો વચ્ચે એકતા, સમૃદ્ધિ અને સ્થિરતાનું નિર્માણ કરવાનો છે.

એસ જયશંકરે ટ્વીટ કર્યું

બેઠક બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે પોતાના ટ્વિટમાં કહ્યું કે તેઓ મહાસભાના પ્રમુખ સબા કોરોસીને મળ્યા અને તેમનું સ્વાગત કર્યું. લંચ દરમિયાન તેણે બરછટ અનાજમાંથી વાનગીઓનો સ્વાદ ચાખ્યો. વિદેશ મંત્રી એસ જયશંકરે એ પણ જણાવ્યું કે આ દરમિયાન તેઓએ વૈશ્વિક પડકારો, સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, યુક્રેન સંઘર્ષ અને G20 એજન્ડા પર ચર્ચા કરી. વાતચીત દરમિયાન, તેમણે વિકાસલક્ષી પ્રગતિ અને સુધારેલા બહુપક્ષીયવાદ માટે ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.

તેમના પ્રવાસ દરમિયાન, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ના પ્રમુખ સબા કોરોસી મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર રાજધાની દિલ્હીમાં રાજઘાટ પહોંચ્યા અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે ભારતની તેમજ તેની કાર્યપ્રણાલીના પણ વખાણ કર્યા હતા. તેમજ  વૈશ્વિક પડકારો વચ્ચે ભારતના નેતૃત્વની પ્રશંસા કરી છે. આ સાથે ભારત શાંતિ રક્ષામાં સૈનિકોનું સૌથી મોટું યોગદાન આપનાર દેશ હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

Next Article