Ujjwala Yojana: આ મહિને સરકાર મફતમાં આપશે 1 કરોડ LPG Gas કનેક્શન, આ રીતે મળશે યોજનાનો લાભ

|

Jun 09, 2021 | 8:54 PM

Ujjwala Yojana: આ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને નિ:શુલ્ક LPG Gas કનેક્શન આપવામાં આવે છે.

Ujjwala Yojana: આ મહિને સરકાર મફતમાં આપશે 1 કરોડ LPG Gas કનેક્શન, આ રીતે મળશે યોજનાનો લાભ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) હેઠળ 1 કરોડ વધુ નવા જોડાણો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. માહિતી અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આગામી તબક્કાની રૂપરેખા તૈયાર કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મહિને જાહેરાતનો અમલ થશે.

ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને નિ:શુલ્ક રસોઈ ગેસ (LPG) જોડાણો વિતરણ કરવામાં આવે છે. અહેવાલ મુજબ, 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજના હેઠળ 8.3 કરોડ એલપીજી (LPG) જોડાણનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સૂચિ પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેને આધાર તરીકે ધ્યાનમાં લેતા, સરકાર જરૂરિયાતમંદોને વિવિધ યોજનાઓ અને લાભ પ્રદાન કરે છે.

કોરોના લોકડાઉનમાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ આ યોજનાના દરેક લાભાર્થીઓને વિના મૂલ્યે ત્રણ ગેસ (LPG) સિલિન્ડરોનું વિતરણ કર્યું હતું.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 1 મે 2016 ના રોજ શરૂ કરવામાં આવી હતી. તમે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી કનેક્શન લો છો, ત્યારે સ્ટવ સાથેનો કુલ ખર્ચ 3,200 રૂપિયા છે. આમાં સરકાર દ્વારા રૂ. 1,600 ની સબસિડી આપવામાં આવે છે અને બાકીના 1,600 રૂપિયા તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે. ગ્રાહકોએ આ કંપનીને EMI તરીકે રૂ. 1,600 ચૂકવવા પડે છે.

કેન્દ્ર સરકારે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક સમાજ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં ધુમાડા રહિત ગ્રામીણ ભારતની કલ્પના કરવામાં આવી છે અને વર્ષ 2019 સુધીમાં 5 કરોડ પરિવારો અને તેમાં ખાસ કરીને ગરીબી રેખા નીચે આવતી મહિલાઓને પોષણક્ષમ દરે એલપીજી જોડાણો આપવાનું લક્ષ્ય હતું.

ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માટે મહિલા અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી આવશ્યક છે. અરજદાર BPL કાર્ડ ધારક ગ્રામીણ નિવાસી હોવો આવશ્યક છે. સબસિડીની રકમ મેળવવા માટે મહિલા અરજદાર પાસે દેશભરની કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં બચત બેંક ખાતું હોવું જોઈએ. અરજદાર પરિવાર પાસે પહેલાથી જ ઘરે એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં.

આ યોજના હેઠળ અરજી કરવા માટે બીપીએલ રેશનકાર્ડ જરૂરી છે. આ ઉપરાંત પંચાયત પ્રધાન / પાલિકા પ્રમુખ દ્વારા અધિકૃત બી.પી.એલ પ્રમાણપત્ર, ફોટો ઓળખકાર્ડ (આધારકાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ), પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, સંપર્ક માહિતી, જનધન / બેંક ખાતા નંબર જેવી મૂળભૂત વિગતો અને આધાર કાર્ડ નંબર જેવી માહિતી આવશ્યક છે.

Next Article