UGC NET 2021 : ઓનલાઈન એપ્લીકેશન શરૂ, મે 2021માં યોજાશે પરીક્ષા, જાણો સમગ્ર કાર્યક્રમ

UGC NET 2021 પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 2 માર્ચ સુધી ઓનલાઈન એપ્લીકેશન કરી શકશે. ફી ભારવની અંતિમ તારીખ 3 માર્ચ 2021 નિર્ધારિત કરવામાં આવી છે.

UGC NET 2021 : ઓનલાઈન એપ્લીકેશન શરૂ, મે 2021માં યોજાશે પરીક્ષા, જાણો સમગ્ર કાર્યક્રમ
| Edited By: | Updated on: Feb 02, 2021 | 6:28 PM

નેશનલ ટેસ્ટીંગ એજેન્સી – NTAએ UGC NET 2021ની જાહેરાત કરી દીધી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે (પૂર્વે માનવ સંસાધન વિકાસ મંત્રાલય) એક સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મનિર્ભર સંસ્થાના રૂપે નેશનલ ટેસ્ટીંગ એજેન્સી – NTAની સ્થાપના કરી હતી. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન – UGC એ સ્વાયત્ત સંસ્થા નેશનલ ટેસ્ટીંગ એજેન્સીને અધ્યાપક અને જુનિયર રીસર્ચ ફેલોશિપ – JRF માટેની રાષ્ટ્રીય યોગ્યતા પરીક્ષા – NATIONAL ELIGIBILTY TEST – NET લેવાની સત્તા આપી છે. નેશનલ ટેસ્ટીંગ એજેન્સી દ્વારા UGC NET 2021ની જાહેરાત કરવામાં આવી છે.

UGC NET 2021 ઓનલાઈન એપ્લીકેશન શરૂ
નેશનલ ટેસ્ટીંગ એજેન્સીએ UGC NET 2021ની જાહેરાત કરી દીધી છે અને આ પરીક્ષા માટેની ઓનલાઈન એપ્લીકેશન (આવેદન) ભરવાનું આજે 2 ફેબ્રુઆરી 2021 થી જ શ્રી કરી દેવામાં આવી છે. UGC NET 2021 પરીક્ષા માટે વિદ્યાર્થીઓ 2 માર્ચ સુધી ઓનલાઈન એપ્લીકેશન કરી શકશે. ફી ભારવની અંતિમ તારીખ 3 માર્ચ 2021 નિર્ધારિત કરવામાં આવી છે. ઓનલાઈન એપ્લીકેશન માટે તેમજ પરીક્ષા સંબંધી અન્ય વિગતો માટે nta.ac.in અથવા ugcnet.nta.nic.in વેબસાઈટની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે.

11 દિવસ, બે પાળીમાં યોજાશે UGC NET 2021 પરીક્ષા
UGC NET 2021 મેં મહિનાની 2જી તારીખથી શરૂ થશે. 2, 3, 4, 5, 6, 7, 10, 11, 12, 14 અને 17 મેં એમ 11 સિવસ સુધી આ પરીક્ષા ચાલશે. એક દિવસમાં બે પાળીમાં પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ પાળીનો સમય સવારે 9 થી 12 છે જેમાં 100 માર્કના પ્રથમ પ્રશ્નપત્રની અને બીજી પાળીનો સમય બપોરે ૩ થી સાંજે 6 સુધીનો રાખવામાં આવ્યો છે જેમાં 200 માર્કના બીજા પ્રશ્નપત્રની પરીક્ષા લેવામાં આવશે. આ સમગ્ર પરીક્ષા Computer Based Test (CBT) એટલે કે કમ્પ્યુટર આધારિત ઓનલાઈન પરીક્ષા રહેશે.

Published On - 6:28 pm, Tue, 2 February 21