જો કૅબમાં અવરજવર કરતી વખતે ડ્રાઈવર જોડે કરો છો મગજમારી કે ડ્રાઈવરનું અપમાન, તો તમારા વિરૂદ્ધ થશે આવી કાર્યવાહી

આપણે જ્યારે મુસાફરી માટે કોઈ પણ કંપનીની કૅબ લઈએ ત્યારે, રાઈડર માટે ઘણી સુવિધાઓ હોય છે. છેલ્લે જ્યારે રાઈડ પતી જાય, ત્યારબાદ તમે ડ્રાઈવરની વર્તણૂંક, તેની ડ્રાઈવિંગ સ્કીલ, ગાડીની ચોખ્ખાઈ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે ડ્રાઈવરને રેટિંગ આપો છો. પરંતુ હવે રાઈડર્સને એટલે કે તમને પણ રેટ કરશે ડ્રાઈવર્સ. કૅબ ડ્રાઈવર્સની ઉદ્ધતાઈના કિસ્સાઓ આપણે […]

જો કૅબમાં અવરજવર કરતી વખતે ડ્રાઈવર જોડે કરો છો મગજમારી કે ડ્રાઈવરનું અપમાન, તો તમારા વિરૂદ્ધ થશે આવી કાર્યવાહી
| Updated on: Jan 30, 2019 | 5:44 AM

આપણે જ્યારે મુસાફરી માટે કોઈ પણ કંપનીની કૅબ લઈએ ત્યારે, રાઈડર માટે ઘણી સુવિધાઓ હોય છે. છેલ્લે જ્યારે રાઈડ પતી જાય, ત્યારબાદ તમે ડ્રાઈવરની વર્તણૂંક, તેની ડ્રાઈવિંગ સ્કીલ, ગાડીની ચોખ્ખાઈ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમે ડ્રાઈવરને રેટિંગ આપો છો. પરંતુ હવે રાઈડર્સને એટલે કે તમને પણ રેટ કરશે ડ્રાઈવર્સ.

કૅબ ડ્રાઈવર્સની ઉદ્ધતાઈના કિસ્સાઓ આપણે અવારનવાર સાંભળતા અને જોતા હોઈએ છીએ. પરંતુ ડ્રાઈવરની ફરિયાદ પર એક્શન નથી લેવાતું. પરંતુ હવે સમય બદલાવાવાનો છે. ઉબર એવા રાઈડર્સને એલર્ટ કરી રહ્યું છે જે વારંવાર કૅબ ડ્રાઈવર્સ સાથે દુર્વ્યવહાર કરે છે. જો રાઈડરના વર્તનમાં કોઈ સુધારો ન થયો તે ઉબર તેને બ્લોક કરી દેશે.

TV9 Gujarati

 

જી હા, હવે રાઈડર્સ પર પણ એક્શન લેવાની તૈયારી કરી ચૂક્યું છે Uber. ઉબરનું કહેવું છે કે જેમ રાઈડર્સની ફરિયાદ પર ડ્રાઈવર વિરૂદ્ધ અમે કાર્યવાહી કરીએ છીએ તેવી જ રીતે જો કોઈ ડ્રાઈવર સાથે ખરાબ વર્તન કરશે તો રાઈડરને બ્લોક કરી દેવાશે.

આવા યૂઝર્સ ઉબર એપનો ઉપયોગ નહીં કરી શકે. એવામાં ઉબર ઈન્ડિયા તેમજ સાઉથ એશિયાના હેડ ઑફ સિટીઝ પ્રભજિત સિંહે કહ્યું કે, આદર બંને તરફથી હોવો જોઈએ. અત્યાર સુધી અમે યૂઝર્સના રેટિંગ પર એક્શન લેતા હતા. પરંતુ હવે ડ્રાઈવર્સ જે રેટિંગ રાઈડર્સને આપે છે તેના પર પણ ધ્યાન આપીશું.

આ પણ વાંચો: જો ભારત-પાક યુદ્ધ થયું અને પાકિસ્તાને લૅંડમાઇન્સ પાથર્યા, તો અમદાવાદના 16 વર્ષના આ છોકરાના કારણે પાકિસ્તાન હારી જશે યુદ્ધ

તે ઉપરાંત, ડ્રાઈવર્સ માટે ડ્રાઈવર સેફ્ટી ટૂલ પણ લૉન્ચ કરવામાં આવ્યું છે. તેના શેર યૂઝર ટ્રીપ ફીચર દ્વારા ઉબર ડ્રાઈવર ટ્રીપ દરમિયાન પોતાનું લોકેશન પોતાના પરિવાર સાથે શેર કરી શકશે. એપમાં આપેલું ઈમરજન્સી બટન દબાવીને રાઈડર્સની જેમ હવે ડ્રાઈવર પણ મદદ લઈ શકશે. તો સાથે જ તેમાં સ્પીડ લિમિટ ફીચર પણ જોડવામાં આવ્યું છે.

[yop_poll id=896]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]