Weather Update : આ બે રાજ્યોએ હજુ પણ સહન કરવી પડશે ગરમી, જાણો ક્યાં વરસાદથી લોકોને મળશે રાહત

|

Jun 10, 2021 | 7:58 PM

કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો પછી હવે ચોમાસું(Monsoon)પૂર્વ, ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધવા જઈ રહ્યું છે.આગામી બેથી ત્રણ દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું  પહોંચી  શકે છે.

Weather Update : આ બે રાજ્યોએ હજુ પણ સહન કરવી પડશે ગરમી, જાણો ક્યાં વરસાદથી લોકોને મળશે રાહત
આ બે રાજ્યોએ હજુ પણ સહન કરવી પડશે ગરમી, આ રાજ્યોમાં પડશે વરસાદ

Follow us on

Weather Update : કેરળ, મહારાષ્ટ્ર જેવા રાજ્યો પછી હવે ચોમાસું(Monsoon)પૂર્વ, ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધવા જઈ રહ્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું  પહોંચી  શકે છે. આની સાથે બફારા સાથે ગરમીનો સામનો કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગે(IMD) આ આગાહી કરી છે.

જો કે તે પૂર્વે આ રાજ્યોમાં ભારે વાવાઝોડુ અને વીજળી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે(IMD) ટ્વીટ કરીને આ માહિતી આપી છે. વિભાગે તેના અનુમાનમાં જણાવ્યું છે કે જોરદાર વાવાઝોડા સાથે આકાશી વીજળી પડી શકે છે.

હવામાન વિભાગે(IMD)ટ્વિટ કર્યું હતું કે, ‘ચોમાસા(Monsoon)ની શરૂઆત પહેલા ભારે વાવાઝોડુ આવી શકે છે. આ ઉપરાંત વાદળો અને વીજળી અને ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે. આગામી બે દિવસ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, બંગાળ, ઝારખંડ અને બિહારમાં સમાન હવામાનની શક્યતા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જો કે ચોમાસા સામાન્ય રીતે આ રાજ્યોમાં 15 જૂન સુધીમાં ચોમાસું(Monsoon) આવતું હોય છે, પરંતુ આ વખતે 2 થી 3 દિવસ પહેલા વરસાદ શરૂ થઈ શકે છે. હવામાન વિભાગે પાછલા બે વર્ષોની જેમ આ વર્ષે પણ સામાન્ય ચોમાસાની આગાહી કરી છે. કોરોના કાળમાં સામાન્ય ચોમાસુ હોવું અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે.

જો કે, દિલ્હી-એનસીઆર, હરિયાણા અને રાજસ્થાનમાં હજી તીવ્ર  ગરમી ચાલુ રહેશે. હવામાન ખાતાની આગાહી મુજબ, 10 અને 11 જૂને હરિયાણા અને રાજસ્થાનમાં હીટવેવ ચાલુ રહેશે. પરંતુ 12 અને 13 જૂને હરિયાણા, રાજસ્થાન અને તેના નજીકના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે.

એટલે કે સ્પષ્ટ છે કે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું દેશના મોટા ભાગોમાં પહોંચશે અને તેના કારણે લોકોને દઝાડતી ગરમીથી રાહત મળી શકે છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 12 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Published On - 7:54 pm, Thu, 10 June 21

Next Article