Viral Video : પોલીસ કર્મીઓને ડયુટી દરમ્યાન બનાવેલો સોંગનો વિડીયો ભારે પડ્યો, કારણ દર્શક નોટિસ ફટકારાઈ

|

Jun 09, 2021 | 4:41 PM

દિલ્હી પોલીસ(Police)ના બે પોલીસ કર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઉચ્ચ અધિકારીઓએ આ બે પોલીસ(Police)કર્મીઓને શો કોઝ નોટિસ(Notice) ફટકારી છે. વીડિયોમાં એક મહિલા પોલીસ અને કોન્સ્ટેબલ યુનિફોર્મના ગીત ગાતા જોવા મળ્યા હતા.

Viral Video : પોલીસ કર્મીઓને ડયુટી દરમ્યાન બનાવેલો સોંગનો વિડીયો ભારે પડ્યો, કારણ દર્શક નોટિસ ફટકારાઈ
પોલીસ કર્મીઓને ડયુટી દરમ્યાન બનાવેલો ગીતોનો વિડીયો ભારે પડ્યો

Follow us on

દિલ્હી પોલીસ(Police)ના બે પોલીસ કર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઉચ્ચ અધિકારીઓએ આ બે પોલીસ(Police)કર્મીઓને શો કોઝ નોટિસ(Notice) ફટકારી છે. વીડિયોમાં એક મહિલા પોલીસ(Police) અને કોન્સ્ટેબલ યુનિફોર્મના ગીત ગાતા જોવા મળ્યા હતા. જેમને ઉત્તર પશ્ચિમ જિલ્લાના પોલીસ નાયબ પોલીસ કમિશ્નર ઉષા રંગનાનીએ પંદર દિવસની અંદર જવાબ રજૂ કરવા માટે કારણ દર્શક નોટિસ(Notice) ફટકારી છે.

આ વિડિઓ લોકડાઉન દરમિયાન વાયરલ થયો હતો. જેમાં બંને પોલીસ કર્મીઓ યુનિફોર્મ પહેરીને ગીત ગાતા નજરે પડે છે. જેની બાદ પોલીસ(Police) તંત્રને આ બાબત ધ્યાને આવી હતી. તેની બાદ બંને પોલીસ કર્મીઓની ઓળખ થઈ હતી. આ બંને પોલીસ કર્મીઓ મોડેલ ટાઉન વિસ્તારમાં ફરજ બજાવે છે. આ તપાસમાં બહાર આવ્યું છે કે બંનેએ આ વીડિયો લોકડાઉન દરમિયાન બનાવ્યો હતો.

જેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તેને શિસ્ત ભંગ માનવામાં આવે છે. આની સાથે તેમની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ નોટિસમાં આગળ કહેવામાં આવ્યું છે: “આ વીડિયોમાં કોન્સ્ટેબલ વિવેકે માસ્ક પણ નથી પહેર્યું અને આ બંને લોકો સામાજિક અંતરનાં ધોરણોનું પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. શિસ્તબદ્ધ દળના સભ્ય હોવાને લીધે તેમનું વર્તન તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં બિનવ્યાવસાયિક લાગે છે. તેમના કૃત્યો તેમની સત્તાવાર ફરજો નિભાવવામાં સંપૂર્ણ બેદરકારી સમાન છે.

તેથી તેમનું વર્તન કેવી રીતે યોગ્ય ગણાવી શકાય તે માટેનું કારણ બતાવવા તેમને નોટિસ આપવામાં આવી છે. આ શો કોઝ નોટિસનો જવાબ તેની પ્રાપ્તિની તારીખથી 15 દિવસની અંદર આપવો પડશે. જો તે જવાબ આપવામાં નિષ્ફળ જશે તો તેવું માનવામાં આવશે કે તેમની પાસે તેમના બચાવમાં કશું કહેવાનું નથી અને આ મામલે નિયમોના આધારે નિર્ણય લેવામાં આવશે.

Published On - 4:19 pm, Wed, 9 June 21

Next Article