માતાને બચાવવા ઝઝૂમતી બે દીકરીઓ, મોઢાથી ઓક્સિજન આપવાનો આ પ્રયાસ જોઈ તમારા આંસુ નહીં રોકાય

|

May 02, 2021 | 1:58 PM

એક હોસ્પિટલમાં દાખલ એક મહિલાને ઓક્સિજનના અભાવના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. આવી ક્ષણોએ દીકરીને માતાને મોઢાથી શ્વાસ આપવાની ફરજ પડી હતી.

માતાને બચાવવા ઝઝૂમતી બે દીકરીઓ, મોઢાથી ઓક્સિજન આપવાનો આ પ્રયાસ જોઈ તમારા આંસુ નહીં રોકાય
Viral Video

Follow us on

ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના ચેપના વધતા જતા વિનાશ વચ્ચે સરકારી તંત્ર પણ સતત ખુલ્લું પડી રહ્યું છે. આગ્રામાં એક મહિલા પોતાના પતિનો જીવ બચાવવા માટે તેના મોઢાથી ઓક્સિજન આપવાની કોશિશ કરી રહી હતી. ટે તસ્વીર ખુબ વાયરલ થઇ હતી. આ પછી પણ તે પોતાના પતિનો જીવ બચાવી શકી નહીં, હવે બહરાઈચથી આવો જ કિસ્સો સામે આવ્યો છે.

યોગી સરકારના રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનવાળી હોસ્પિટલમાં પથારી અને દવાઓ મેળવવાની વાસ્તવિકતા ઇન્ટરનેટ પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. અહીંની એક હોસ્પિટલમાં દાખલ એક મહિલાને ઓક્સિજનના અભાવના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. આવી ક્ષણોએ દીકરીને માતાને મોઢાથી શ્વાસ આપવાની ફરજ પડી હતી.

ઓક્સિજનની અછતની સ્થિતિમાં પુત્રીને મોં દ્વારા માતાને ઓક્સિજન આપવાની ફરજ પડી હતી. મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે મહિલાને સારવાર માટે મેડિકલ કોલેજમાં લાવવામાં આવી હતી. અહીં તેને લાંબા સમય સુધી ઓક્સિજન મળ્યો નહીં. આ પછી, દીકરીએ મોરચો લીધો. તે પોતાની માતાને બચાવવા મોં દ્વારા ઓક્સિજન આપતી રહી. આ પછી પણ ઓક્સિજનના અભાવે મહિલાનું મોત નીપજ્યું હતું. બહરાઇચમાં જવાબદાર લોકો ઓક્સિજનના અભાવ પછી પણ વાસ્તવિકતાથી મોઢું ફેરવી રહ્યા છે.

બહરાઇચમાં મેડિકલ ઓક્સિજનની ઉણપની વાત હવે નવી નથી, પરંતુ હોસ્પિટલના દર્દીઓના સગાઓએ ઓક્સિજનની કમીને પહોંચી વળવા દોડધામ કરવી પડી રહી છે. આ લોકો સિલિન્ડર ખરીદવામાં અસમર્થ છે, પરંતુ તેમના શ્વાસ દ્વારા તેમના સંબંધીઓને જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં મેડિકલ કોલેજની ઇમરજન્સી વ્યવસ્તા પણ દેખાઈ હતી. જેમાં એક પુત્રી બીમાર માતાને મોંમાંથી ઓક્સિજન આપી રહી છે.

જ્યારે માતાને શ્વાસ લેવામાં તકલીફ હતી, ત્યારે બે પુત્રી મેડિકલ કોલેજના ઇમરજન્સીમાં પહોંચી હતી, પરંતુ અહીં પરિસ્થિતિ ખૂબ દયનીય હતી. માતા લાંબા સમય સુધી સ્ટ્રેચર પર રહી ત્યારે ઓક્સિજન ન મળે તેવી સંભાવના વચ્ચે પુત્રીઓએ મોરચો સંભાળી લીધો હતો. દીકરીઓએ ઓક્સિજનના અભાવથી પીડાતી માતાના મોંમાં મોં મૂકીને ઓક્સિજન આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંઘર્ષ લાંબો સમય ટકી શક્યો નહીં.

 

આ પણ વાંચો: CBSE 10th Result 2021: કઈ રીતે અપાશે CBSE 10 ના રિઝલ્ટ્સમાં માર્ક્સ? સમજો પાસિંગના નવા ફોર્મ્યુલાને

ચૂંટણી પરિણામોના લેટેસ્ટ અપડેટ અહિયાં વાંચો: 5 State Assembly Election Results 2021 LIVE

Next Video