કાશ્મીરમાં તૈનાતી વચ્ચે હવે સૈનિકો વધુ શિક્ષણ મેળવી શકશે, સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે એમઓયુ પર કર્યા હસ્તાક્ષર

|

Nov 08, 2021 | 7:22 PM

ખીણમાં તૈનાત સૈનિકોને અભ્યાસ માટેની સુવિધાઓ પૂરી પાડવા માટે સેનાએ સોમવારે કાશ્મીર યુનિવર્સિટી સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

કાશ્મીરમાં તૈનાતી વચ્ચે હવે સૈનિકો વધુ શિક્ષણ મેળવી શકશે, સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે એમઓયુ પર કર્યા હસ્તાક્ષર
ફાઈલ ફોટો

Follow us on

ખીણમાં તૈનાત સૈનિકોને પત્રવ્યવહાર દ્વારા અભ્યાસ માટેની સુવિધાઓ પૂરી પાડવા માટે સેનાએ સોમવારે કાશ્મીર યુનિવર્સિટી (Kashmir University) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. સંરક્ષણ પ્રવક્તાએ આ માહિતી આપી હતી. એમઓયુ પર કાશ્મીર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર તલત અહેમદ અને ચિનાર કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ ડીપી પાંડેએ સંસ્થાના ગાંધી હોલમાં હસ્તાક્ષર કર્યા હતા, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, કાશ્મીર યુનિવર્સિટી અને ચિનાર કોર્પ્સ માટે આ એક ઐતિહાસિક દિવસ છે, જેમણે હાલમાં કાશ્મીરમાં ફરજ બજાવતા સૈનિકોને પત્રવ્યવહાર અભ્યાસક્રમો દ્વારા અભ્યાસની સુવિધાઓ પૂરી પાડીને લાંબા સમયથી સંબંધો બનાવ્યા છે.

આર્મી કર્મચારીઓ માટે કુલ 18 અભ્યાસક્રમો ઉપલબ્ધ

“એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ લઈ શકશે. સૈન્યના જવાનોને પૂરા પાડવામાં આવતા અભ્યાસક્રમોમાં છ મહિનાના સર્ટિફિકેટ કોર્સથી લઈને એક વર્ષનો ડિપ્લોમા કોર્સ અને બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ હશે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પણ તેમની નાપાક હરકતો નથી છોડી રહ્યા. શ્રીનગરમાં રવિવારે સાંજે આતંકવાદીઓ દ્વારા એક પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ ઘટના શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે શોધખોળ ચાલુ છે.

29 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલની ઓળખ તૌસીફ અહેમદ તરીકે થઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “રાત્રે લગભગ આઠ વાગ્યે, આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ તૌસીફ અહેમદ પર એસડી કોલોની, બટામાલૂમાં તેમના નિવાસસ્થાન પાસે ગોળીબાર કર્યો હતો.”

 

 આ પણ વાંચો: FSSAI Recruitment 2021: FSSAIમાં જાહેર થઈ ભરતી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: NFL Recruitment 2021: નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ માટે NFLમાં ભરતી, જાણો કેવી રીતે કરવી અરજી

Next Article