જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ લોહીની નદીઓ નહીં પણ પ્રવાસીઓના ધસારામાં સતત વધારો: અમિત શાહ

આ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે હાઉસ બોટ માટે પણ નવી નીતિ લાવવામાં આવશે અને ફિલ્મજગતને લગતા પણ વધુ સારા નિર્ણયો લેવામાં આવશે. જેના કારણે જમ્મૂ કાશ્મીરના વિસ્તારોનો વિકાસ થાય.

જમ્મૂ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ લોહીની નદીઓ નહીં પણ પ્રવાસીઓના ધસારામાં સતત વધારો: અમિત શાહ
Amit Shah in Loksabha
Image Credit source: PTI
| Updated on: Dec 06, 2023 | 4:59 PM

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ પર લોકસભામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ બિલ લોકોને ન્યાય અપાવવા માટે છે. આ બિલ દ્વારા આતંકવાદનો ભયાનક ત્રાસ સહન કરનારાઓને મજબૂતી મળશે. નવા બિલ દ્વારા જમ્મૂ વિસ્તારમાં 37થી વધીને 47 અને કાશ્મીર વિસ્તારમાં 46થી 47 વિધાનસભાની સીટ કરવામાં આવી છે.

આ સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાને વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો પહેલા એવુ કહેતા હતા કે કલમ 370 જમ્મૂ કાશ્મીરમાંથી હટાવવામાં આવશે તો લોહીની નદીઓ વહી જશે. તેઓ રેકોર્ડ જોઈ શકે છે કે વર્ષ 21-22 પહેલા 14 લાખ પર્યટકો કાશ્મીર આવ્યા હતા, ત્યારબાદ મોદી સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો પછી વર્ષ 22-23માં પ્રવાસીઓની સંખ્યા 2 કરોડે પહોંચી છે અને આ પ્રવાસીઓનો આંકડો પણ મોદી સરકારના શાસનમાં જ તુટશે, તેવુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતે શાહે જણાવ્યું હતું.

70 વર્ષમાં જેમની સાથે અન્યાય થયો છે તેમને આગળ વધારવા માટેનું બિલ: અમિત શાહ

આ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાને કહ્યું કે હાઉસ બોટ માટે પણ નવી નીતિ લાવવામાં આવશે અને ફિલ્મજગતને લગતા પણ વધુ સારા નિર્ણયો લેવામાં આવશે. જેના કારણે જમ્મૂ કાશ્મીરના વિસ્તારોનો વિકાસ થાય. કેન્દ્રીય ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે આ બિલ 70 વર્ષમાં જેમની સાથે અન્યાય થયો છે તેમને આગળ વધારવા માટેનું બિલ છે. જે લોકો પોતાના જ દેશમાં વિસ્તાપિત થયા આ બિલ તેમને સન્માન અને નેતૃત્વ આપવાનું છે. તેમને કહ્યું કે મને ખુશી છે કે આ બિલનો વિરોધ ના કર્યો, 6 કલાકની ચર્ચા ચાલી, જેની પર આતંકવાદને રોકવાની જવાબદારી હતી, તે ઈંગ્લેન્ડમાં રજાઓ પસાર કરી રહ્યા હતા.

જમ્મૂમાં 43 અને કાશ્મીરમાં 47 વિધાનસભા સીટ

પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ બાદ 31779 પરિવાર પીઓકેથી વિસ્થાપિત થઈને 26319 જમ્મૂ કાશ્મીરમાં અને 5460 પરિવાર દેશભરમાં વસ્યા છે. આ ડેલિમિટેશનમાં જાણી જોઈને અમે બેલેન્સ બનાવ્યુ છે. નવા બિલ દ્વારા કાશ્મીરથી બહાર ત્યાના વિસ્થાપિત 2 નોમિનેટેડ સભ્ય અને અનાધિકૃત પાકિસ્તાનના ભાગ વાળા વિસ્તારથી 1 નોમિનેટેડ પ્રતિનિધિની ચૂંટણી થશે. કુલ મળીને વિધાનસભામાં પહેલા 3 નોમિનેટેડ સભ્ય હતા અને હવે 5 નોમિનેટેડ હશે. જમ્મૂ વિસ્તારમાં 37થી વધારીને 43 અને કાશ્મીર વિસ્તારમાં 46થી 47 વિધાનસભા સીટ કરવામાં આવી છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરને લઈને મોદી સરકારનો 2026નો પ્લાન, અમિત શાહે સંસદમાં કર્યો મોટો ખુલાસો

Published On - 4:36 pm, Wed, 6 December 23