પરંતુ શું આપ જાણો છો કે ભારતમાં જ એક એવી જેલ બની છે કે જેમાં જઈને તમને સજા નહીં, બલ્કે આનંદ મળશે ? 15X30 ફુટનું રૂમ, તેમાં ચટીવી, એલઈડી લાઇટ્સ, ઇંગ્લિશ-હિન્દી ન્યૂઝ પેપર, મૅગેઝીન, રૂમમાં ઍટૅચ્ડ ટૉયલેટ-બાથરૂમ. બહાર નિકળતા જ મૉર્નિંગ વૉક માટે શાનદાર નજારા ધરાવતું પાર્ક. આવી ખૂબીઓ સામાન્ય રીતે કોઈ હોટેલ કે સોસાયટીના ફ્લૅટમાં મળે છે, પરંતુ આ સુવિધા આપી રહી છે ભારતની જ એક વિખ્યાત (ગુનેગારો માટે કુખ્યાત) જેલ.
ભારતની આ જેલનું નામ છે તિહાર જેલ. તિહાર જેલમાં ફીલ ધ જેલ કૉંસેપ્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા વન નાઇટ સ્ટે સેલની કેટલીક તસવીરો બહાર આવી છે. આ કૉન્સેપ્ટની વધુ એક ખાસિયત એ છે કે લોકો ટિકિટ ખરીદીને તિહાર જેલમાં એક રાત પસાર કરી શકશે અને જેલનું ફીલિંગ કરી શકશે.
હકીકતમાં તિહાર જેલ તંત્ર ફીલ ધ જેલ યોજના હેઠળ કામ કરતા જેલ સંકુલમાં આવા 4 સેલ તૈાર કરી રહ્યું છે. અહીં લોકો પૈસા ચુકવી રાત પસાર કરી શકશે. હજી સેલનું ભાડં નક્કી નથી થયું, પણ માનવામાં આવી રહ્યું છે કે વન નાઇટ સ્ટેનો ચાર્જ 500 રૂપિયા સુધી હોઈ શકે છે. આ તેવા લોકોની ઇચ્છા પૂરી કરશે કે જેઓ જેલ જોવા માંગે છે. તેવા લોકોની પણ મદદ થશે કે જેઓ માને છે કે કોઈ પણ રીતે જેલની એક રોટલી ખાઈને કે વગર ગુનો કર્યે અહીં રોકાઈ પોતાની ઉપર આવેલી કોઈ મુશ્કેલીને ટાળી શકે છે.
તિહાર જેલમાં તૈયાર થઈ રહેલા આ ખાસ સેલમાં ટૉયલેટ છે, મોટું રૂમ છે કે જેમાં બહાર પાર્ક છે. જેલમાં રાત પસાર કરનારાઓને જે ભોજન પિરસાશે, તે કેદીઓ દ્વારા જ રાંધવામાં આવેલું હશે. જોકે તેમને તિહારના ખતરનાક કેદીઓથી દૂર રાખવામાં આવશે.
જોકે ફીલ ધ જેલ હેઠળ જેલમાં રાતવાસો કરવાની ઇચ્છા ધરાવતા લોકો સામે કેટલાક પડકારો પણ હશે, કારણ કે લોકોને આ ખાસ સેલમાં તેવી જ રીતે રહેવું પડશે કે જેવી રીતે બાકીના કેદીઓ રહે છે. જેમ કે ધરતી પર સૂવનું પડશે, ખાવાનું પણ તેવી જ રીતે ખાવું પડશે. ગરમીમાં પંખાની વ્યવસ્થા જ હશે. શિયાળામાં ફર્શ પર ધાબળું પાથરીને સૂવું પડશે. લૂથી બચવાની વ્યવસ્થા પોતે કરવી પડશે. સેલ તૈયાર કરવાનું કામ હવે લગભગ છેલ્લા તબક્કામાં છે.
[yop_poll id=1547]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]