લો બોલો ! ત્રણ સગી બહેનોને થયો એક જ યુવક સાથે પ્રેમ, પરિવારના વિરોધ બાદ ત્રણેય ઘરેથી રફુચક્કર

બે બહેનો પુખ્ત વયની છે જ્યારે એક સગીર છે. પરિવારે આ અંગે હજુ સુધી પોલીસને જાણ કરી નથી. સ્ટેશન ઓફિસર રવિન્દ્ર કુમારનું કહેવું છે કે જો ફરિયાદ મળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

લો બોલો ! ત્રણ સગી બહેનોને થયો એક જ યુવક સાથે પ્રેમ, પરિવારના વિરોધ બાદ ત્રણેય ઘરેથી રફુચક્કર
(File Photo) Three real sisters in Uttar Pradesh fallen love with the same guy.
| Edited By: | Updated on: Sep 28, 2021 | 7:15 AM

દુનિયામાં એવી અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહે છે જે તમારા અને અમારા વિચારોને પરે હોય. જેના વિશે સાંભળીને સૌ કોઇ ચોંકી જાય. હાલમાં પણ ઉત્તર પ્રદેશથી આવા જ એક સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને તમે તમારુ માથુ ખંજવાડવા લાગશો. પ્રેમમાં માણસ કઇં પણ કરી જાય આ કહેવત તો તમે સાંભળી જ હશે પરંતુ પ્રેમમાં આંધડી ત્રણ બહેનોને એક જ છોકરા સાથે પ્રેમ થઇ જાય તો ? તમને ભલે હામણાં આ વાત પર ભરોસો નહી થતો હોય પણ આ વાત બિલકુલ સાચી છે.

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક સાથે ત્રણ છોકરીઓનું દિલ એક જ છોકરા પર આવી ગયુ. આ ત્રણેય છોકરીઓ સગી બહેનો છે. જ્યારે પરિવારજનોએ આ વાતનો વિરોધ કર્યો તો ત્રણે બહેનો તેના પ્રેમી સાથે ઘર છોડીને ભાગી ગઇ. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. લોકલાજના ડરથી આ મામલાની સુચના પરિવારે પોલીસને નથી આપી. હાલમાં પરિવાર અને સમાજના લોકો ભેગા થઇને આ ત્રણેય બહેનોને શોધી રહ્યા છે.

આ મામલો અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામનો છે. આઠ દિવસ પહેલા ત્રણ સગી બહેનો તેમના ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. ત્રણ બહેનો ગુમ થયા બાદથી પરિવારના સભ્યો નજીકના ગામોમાં તેમની શોધખોળ કરી રહ્યા છે. પરિવારે આ અંગે તમામ સંબંધીઓ અને પરિચિતોને પૂછપરછ કરી છે, પરંતુ હજુ સુધી તેમનો કોઈ પત્તો લાગ્યો નથી.

બીજી તરફ ગામમાં ત્રણેય બહેનો ગુમ થયાની અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ત્રણેય બહેનોનો પ્રેમ સંબંધ એક જ યુવાન સાથે ચાલી રહ્યો છે. તેઓ પોતાના પ્રેમી સાથે ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ છે. આમાંથી બે બહેનો પુખ્ત વયની છે જ્યારે એક સગીર છે. પરિવારે આ અંગે હજુ સુધી પોલીસને જાણ કરી નથી. સ્ટેશન ઓફિસર રવિન્દ્ર કુમારનું કહેવું છે કે જો ફરિયાદ મળશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 28 સપ્ટેમ્બર: આજે અચાનક આનંદનું વાતાવરણ બને, દિવસ ખુશ-ખુશાલ પસાર થાય

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 28 સપ્ટેમ્બર: વૈવાહિક સંબંધો મધુર રહેશે, આજે પ્રેમ સંબંધોમાં નિકટતા પણ વધશે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 28 સપ્ટેમ્બર: ધાર્મિક પ્રવૃતિઓમાં રુચિ જાગશે, તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો