
ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ પૂર્ણ થઈ ગઈ છે. જો તમે રિટર્ન ફાઈલ કર્યુ છે તો હવે તમે તમારા રિટર્ન મળવાની રાહ જોતા હશો. ઓનલાઈન પ્રક્રિયા હોવાથી ઈન્કમ ટેક્ષ રિટર્ન હવે ઝડપી મળી જાય છે. તમારા રિટર્નનું સ્ટેટસ શું છે તેની જાણકારી મેળવવી ખુબ સરળ છે.
તેની જાણકારી એટલા માટે પણ જરૂરી છે કે ઘણી વખત ફોર્મ ભરવામાં થોડી ભૂલ થઈ જાય છે અને ITR ફાઈલિંગ પુરૂ નથી થતુ, તેની જાણકારી તમે સ્ટેટસ જોઈને મેળવી શકો છો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા ITRના સ્ટેટસની જાણકારી માટે તમારે incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું પડશે. વેબસાઈટ પર જઈને તમે હોમ સ્ક્રીન પર ડાબી બાજુ આપેલી તમામ ક્વિક લિંકમાંથી ITR સ્ટેટસ પર ક્લિક કરો. ત્યારબાદ જે પેજ ખુલે છે, તેમાં પાનકાર્ડ, ITR નોંધણી નંબર અને કેપ્ચા કોડ નાખો અને ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરો. આ પેજ પર તમને જાણકારી મળી જશે કે ITRની પ્રક્રિયા શરૂ થઈ છે કે નહી અને જો શરૂ થઈ ગઈ છે તો તેનું શું સ્ટેટસ છે.
તે સિવાય રિટર્નનું સ્ટેટસ ચેક કરવાની બીજી રીત પણ છે. જો તમે ઈન્કમટેક્ષ વિભાગની ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યુ છે તો તમે લોગઈન ડિટેલ ભરીને ડેશબોર્ડ પર દેખાતા રિટર્ન/ફોર્મ ઓપ્શન પર કિલક કરો. ત્યારબાદ એક નવુ પેજ ખુલશે, જેના ડ્રોપ મેનુમાં તમને ઈન્કમટેક્ષ રિટર્ન પર ક્લિક કરવુ પડશે. ત્યાં તમને ITR ફાઈલિંગનો આખો ઈતિહાસ અને રિટર્નના સ્ટેટસની જાણકારી મળી જશે.
જો તમારૂ ITR વેરિફાઈ નથી તો સ્ટેટસમાં આવશે કે ITR-V નોટ રિસીવ્ડ, ITR ફોર્મ ભર્યા પછી તેને 120 દિવસની અંદર વેરિફાઈ કરવુ પડે છે. વેરિફાઈ ઘણા બધા પ્રકારે થાય છે. જેમ કે સબમિટ ITRમાં ડિજિટલ સહી કરીને, આધારકાર્ડના નંબર પર OTP મેળવીને, ઈ-વેરિફાઈ કે નેટ બેન્કિંગ દ્વારા, તે સિવાય ITR-V ફોર્મ પર સહી કરીને તેને તમે પોસ્ટ દ્વારા ઈન્કમટેક્ષ વિભાગના બેંગલુરૂ સ્થિત સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટરમાં પણ મોકલી શકો છો.
જો તમારા સ્ટેટસમાં બતાવે છે કે ITR-V રિસીવ્ડ કે સક્સેસફુલી વેરિફાઈડ તો તેનો મતલબ કે તમારા ITR ફાઈલિંગની પ્રક્રિયા પુરી થઈ ગઈ છે અને ઈન્કમ ટેક્ષ વિભાગ જલ્દી જ ટેક્સ રિટર્નની પ્રક્રિયા શરૂ કરી દેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જો તમારા ITR ફાઈલિંગમાં કોઈ ભૂલ થઈ છે કે તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીમાં તાલમેલ નથી કે ટેક્સ ગણવામાં કોઈ ભૂલ કરવામાં આવી છે તો ઈન્કમ ટેક્ષ વિભાગ એક નોટિસ મોકલીને તમને સુચના આપશે પણ આ નોટિસ મળ્યા પછી પણ તમારે ગભરાવવાની જરૂર નથી. તમે ઈન્કમ ટેક્ષ વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાવ અને ઈ-પ્રોસીડિંગ ટેબ પર ક્લિક કરો, એક નવું પેજ ખુલશે જેમાં ઘણી પ્રોસીડિંગની વિગતનું લિસ્ટ હશે.
[yop_poll id=”1″]
જેમાં તમે તમારા પ્રોસીડિંગ નામવાળા લિંક પર ક્લિક કરો અને પછી તેની પર સબમિટ લિંક પર જઈને ક્લિક કરો જ્યાં તમે સંપૂર્ણ વિગતો જોઈ શકશો. ત્યાં તમે જાણી શકશો કે ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થઈ છે કે ભૂલ શું છે. ત્યારબાદ તમે જરૂરિયાત હોવા પર રિવાઈઝ રિટર્ન ભરી શકો છો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]