MUMBAI : કેટરિના કૈફ અને વિકી કૌશલના શાહી લગ્નની બોલિવૂડમાં આ દિવસોમાં ઘણી ચર્ચા ચાલી રહી છે ત્યારે આજે 10 ડિસેમ્બરે મુંબઈમાં એક ભવ્ય સમારોહ થવા જઈ રહ્યો છે.એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (MUKESH AMBANI)ના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મદિવસ (Prithvi Akash Ambani Birthday)ની ઉજવણીનો આ પ્રસંગ હશે. મુકેશ અંબાણીએ આ માટે 100 પંડિતોને આમંત્રિત કર્યા છે અને સાથે જ બોલિવૂડથી લઈને રમત જગતના તમામ દિગ્ગજ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
આમંત્રણ સાથે મોકલવામાં આવ્યું સેફટી પ્રોટોકોલ
આકાશ અંબાણી અને શ્લોકા અંબાણીના પુત્ર પૃથ્વીનો પ્રથમ જન્મદિવસે જામનગરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 100 પંડિત પૃથ્વીને આશીર્વાદ આપવા પહોંચી રહ્યા છે. આ સિવાય બોલિવૂડમાંથી ગેસ્ટ લિસ્ટમાં આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ છે, જ્યારે ક્રિકેટ જગતના સચિન તેંડુલકર પણ પરિવાર સાથે આ સેલિબ્રેશનમાં પહોંચશે. આમંત્રણની સાથે તમામ મહેમાનોને સેફટી પ્રોટોકોલનો પત્ર આપવામાં આવ્યો છે. સમારોહમાં આવનારા તમામ મહેમાનો માટે કોવિડનું ડબલ રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર પહોંચશે મહેમાનો
સેફ્ટી પ્રોટોકોલ માટે જાહેર કરવામાં આવેલી નોંધમાં લખવામાં આવ્યું છે કે 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી મુંબઈની બહારથી આવનારા તમામ મહેમાનોએ તેમનો દરરોજનો RTPCR ટેસ્ટ રિપોર્ટ શેર કરવો જરૂરી છે. આ ફક્ત તે મહેમાનો માટે છે જેઓ ખાનગી જેટ દ્વારા જામનગર પહોંચી રહ્યા છે. તેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે 10 ડિસેમ્બરે મુંબઈથી જામનગરની ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ મહેમાનોને 11 ડિસેમ્બરે પરત ફરવાની ફ્લાઈટની સુવિધા આપવામાં આવશે. મહેમાનોને જામનગરના ગેસ્ટ હાઉસમાં સેલ્ફ કવોરન્ટાઇનની સુવિધા પણ મળશે.
પૃથ્વી માટે વિદેશથી આવશે રમકડાં
એક અહેવાલ મુજબ, આ પાર્ટી કવોરન્ટાઇન બાયો બબલમાં હશે. બાળકોને રમવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્લોકા અંબાણીએ પૃથ્વી માટે નેધરલેન્ડથી રમકડાં લાવ્યા છે, જ્યારે ઇટાલી અને થાઇલેન્ડના આંતરરાષ્ટ્રીય શેફ મહેમાનો માટે વાનગીઓ તૈયાર કરશે. એટલું જ નહીં, જામનગરના અનાથાશ્રમમાં ભેટ અને રમકડા મોકલવામાં આવશે તેવું સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે. આ સિવાય ગ્રામજનો અને અંબાણીના ફાર્મહાઉસમાં રહેતા લોકો માટે ભોજન મોકલવામાં આવશે.
આ પણ વાંચો : SURENDRANAGAR : ખેડૂતોએ પરંપરાગત જીરુના બદલે આ વર્ષે ચણા અને ઘઉંના વાવેતરને પ્રાધાન્ય આપ્યું
Published On - 8:51 am, Fri, 10 December 21