Oscar એવોર્ડ મળતા PM મોદીની પ્રતિક્રિયા કહ્યું- દુનિયા વર્ષો સુધી નાટુ નાટુને યાદ રાખશે..

ઓસ્કાર 2023 માટે ભારતની RRR ફિલ્મનું નાટુ-નાટુ ગીત પણ બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતુ અને આ ગીતને તેનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે.

Oscar એવોર્ડ મળતા PM મોદીની પ્રતિક્રિયા કહ્યું- દુનિયા વર્ષો સુધી નાટુ નાટુને યાદ રાખશે..
PM MODI
| Edited By: | Updated on: Mar 13, 2023 | 11:54 AM

ભારતની RRR ફિલ્મનું ગીત નાટુ નાટુએ એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ઓરિજીનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર જીતીને ઈતિહાસ રચ્યો છે. તે જ સમયે, ભારતીય ફિલ્મ The Elephant Whisperers એ સમારોહમાં શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. આ પુરસ્કાર બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે.

પીએમ મોદીની પ્રતિક્રિયા

ત્યારે આ બધાની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને RRR અને ‘ધ એલિફન્ટ વ્હીસ્પર્સ’ના નિર્માતાઓને અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું હતુ કે “અસાધારણ! ‘નાટુ નાટુ’ની લોકપ્રિયતા વૈશ્વિક છે. આ એક એવું ગીત છે જે આવનારા વર્ષો સુધી યાદ રહેશે. આ પ્રતિષ્ઠિત સન્માન માટે એમએમ કીરવાણી અને ચંદ્રબોઝ સહિત સમગ્ર ટીમને અભિનંદન. ભારત ઉત્સાહિત અને ગર્વ અનુભવે છે.”

નાટુ-નાટુ ઓસ્કાર વીજેતા

આ એવોર્ડને લઈને વાત કરીએ તો જે ક્ષણની ચાહકો એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. તે ક્ષણ આજે આવી ગયો અને ભારતે એક નહીં પણ બે ઓસ્કાર એવોર્ડ્સ મેળવ્યા છે. ઓસ્કાર 2023 જેમાં ભારતની RRR ફિલ્મનું નાટુ-નાટુ ગીત પણ બેસ્ટ સોંગ કેટેગરીમાં નોમિનેટ થયું હતુ અને આ ગીતને તેનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેના કારણે દરેકને આશા હતી કે આ ગીત પણ ઓસ્કાર એવોર્ડ જીતશે અને તે આશાની આજે જીત થઈ છે.

આ પહેલા ફિલ્મ સાથે જોડાયેલા લોકો અમેરિકામાં ફિલ્મનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા. તેમાં રામ ચરણ, જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલીનો સમાવેશ થાય છે. હવે એ સમય આવી ગયો છે કે જ્યારે આ ગીત પણ ગોલ્ડન ગ્લોબ્સની જેમ જ ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચવામાં સફળતા મળી છે.

The Elephant Whisperers પણ ઓસ્કારમાં છવાયું

આ વર્ષના ઓસ્કાર 2023 માટે ઘણી ફિલ્મોને નોમિનેટ કરવામાં આવી હતી. જેમાં ટોપ ગન મેવેરિક, અવતાર ધ વે ઓફ વોટર, ધ ફેબલમેન, વિમેન ટોકિંગ, ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટ ફ્રન્ટ, એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થયો હતો. જેના કારણે આ વખતનો ઓસ્કાર એવોર્ડ પહેલા કરતા પણ વધુ રસપ્રદ બન્યો હતો. આ ઓસ્કારની 95મી આવૃત્તિ છે. તે જ સમયે, પ્રથમ વખત, રેડ કાર્પેટને બદલે તેજસ્વી સફેદ રંગ પસંદ કરવામાં આવ્યો છે. લોસ એન્જલસમાં 13મીએ સવારે 5:30 વાગ્યાથી શરુ થયો હતો.

ઓસ્કાર 2023: પ્રિયંકા ગાંધીએ અભિનંદન પાઠવ્યા

કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ધ એલિફન્ટ વ્હીસ્પર્સ માટે ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું- તમે અમને બધાને ગૌરવ અપાવ્યું છે