PM Security Breach Case: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્ય વાળી કમિટીની રચના કરી, ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા અધ્યક્ષતા કરશે

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્ય વાળી કમિટીની રચના કરી

PM Security Breach Case: વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક મુદ્દે સુપ્રીમ કોર્ટે 4 સદસ્ય વાળી કમિટીની રચના કરી, ભૂતપૂર્વ ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા અધ્યક્ષતા કરશે
The Supreme Court has constituted a four-member committee on the issue of security breach Prime Minister Modi
| Updated on: Jan 12, 2022 | 11:48 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની સુરક્ષામાં ક્ષતિ(PM Security Breach)ના મામલામાં સુપ્રીમ કોર્ટે  (Supreme Court) બુધવારે એક તપાસ સમિતિની રચના કરી છે. જેનું નેતૃત્વ પૂર્વ જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા (Indu Malhotra) કરશે. કમિટી જોશે કે પીએમની સુરક્ષામાં શું થયું છે, તેના માટે કોણ જવાબદાર છે અને ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન બને તે માટે શું કરવું જોઈએ. આ નિર્ણય CJI NV રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આપ્યો છે. એકતરફી તપાસના આક્ષેપને દૂર કરવા માટે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. 

તેમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ અને ચંદીગઢના પોલીસ મહાનિર્દેશક, એનઆઈએના આઈજી, પંજાબના એડીજી (સુરક્ષા)નો પણ સમાવેશ થાય છે. અગાઉ સોમવારે, કોર્ટે કહ્યું હતું કે તે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરશે. આ મામલો 5 જાન્યુઆરીનો છે, જ્યારે વડાપ્રધાન પંજાબના પ્રવાસે હતા (PM Modi Punjab Visit). તેઓ વિવિધ પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે ફિરોઝપુર જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં ખેડૂતોના ધરણાંને કારણે રોડ બ્લોક થઈ ગયો હતો, જેના કારણે પીએમનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. 

પ્રવાસ રદ કરવો પડ્યો હતો

પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં, તેણે પોતાનો પ્રવાસ રદ કરીને પરત ફરવું પડ્યું. કેન્દ્ર સરકારે પંજાબ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે પીએમની સુરક્ષા સાથે સંબંધિત બ્લુ બુકના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી.

 

Published On - 10:59 am, Wed, 12 January 22