PMની સુરક્ષામાં ખામીના મામલામાં આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ

|

Jan 09, 2022 | 5:49 PM

સુપ્રીમ કોર્ટ સોમવારે એટલે કે, આવતીકાલે પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મામલાની સુનાવણી કરશે.

PMની સુરક્ષામાં ખામીના મામલામાં આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, પંજાબ હાઈકોર્ટને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવાનો આદેશ
Supreme Court

Follow us on

સુપ્રીમ કોર્ટ સોમવારે એટલે કે, આવતીકાલે પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામીના મામલાની સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની ત્રણ સભ્યોની બેંચ આ મામલે સુનાવણી કરશે. જણાવી દઈએ કે વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેંચ સમક્ષ વડાપ્રધાનની સુરક્ષામાં ખામીનો મામલો ઉઠાવ્યો હતો. છેલ્લી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સમિતિને તેમનું કામ રોકવા માટે કહ્યું હતું.

આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ચંદીગઢના ડીજી અને એનઆઈએના એક અધિકારીને નોડલ ઓફિસર બનાવ્યા છે. સુપ્રીમ કોર્ટે પંજાબ હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રારને રેકોર્ડ સુરક્ષિત કરવાનો આદેશ આપ્યો છે. મતલબ કે, પીએમ મોદીના રૂટની તમામ માહિતી સુરક્ષિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે પંજાબ સરકાર, પંજાબ પોલીસ, એસપીજી અને અન્ય એજન્સીઓને રજિસ્ટ્રાર જનરલને જરૂરી માહિતી આપવા પણ કહ્યું છે. NIAને પણ આ સમગ્ર મામલે સહયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, અરજદારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, આ માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે SPG એક્ટ હેઠળ આ એક મોટો મુદ્દો છે. આમાં કોઈપણ પ્રકારની શિથિલતા હોઈ શકે નહીં. રાજ્ય સરકારે તેનું કાયદાકીય સ્તરે પાલન કરવાનું રહેશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે કહ્યું કે પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાનની સુરક્ષા સાથે જે રીતે ખેલ કરવામાં આવ્યો તે ગંભીર મુદ્દો છે. વડાપ્રધાનની સુરક્ષામાં આ એક મોટી ખામી છે અને આ મામલે સ્પષ્ટ તપાસ જરૂરી છે અને દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી પણ જરૂરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારને આ મામલે તપાસ કરવાનો અધિકાર નથી, આ ખાસ કરીને SPG એક્ટ સાથે જોડાયેલો મુદ્દો છે અને કોર્ટે આ મામલે તપાસ કરવી જોઈએ.

શું છે આ સમગ્ર મામલો?

PM મોદી 42,750 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા પંજાબના ફિરોઝપુર પહોંચવાના હતા. આ માટે તેને રોડ માર્ગે રાષ્ટ્રીય શહીદ સ્મારક લઈ જવામાં આવી રહ્યા હતા કારણ કે ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટરથી જવું શક્ય ન હતું. પરંતુ ઘટનાસ્થળથી થોડે દૂર ખેડૂતોએ વિરોધ કરીને રસ્તો રોકી દીધો હતો, જેના કારણે વડાપ્રધાનનો કાફલો 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો. રસ્તો ખાલી ન હોવાથી તેમણે રેલી કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું.

આ પણ વાંચો: Ahmedabad: મહિલા પોલીસ સ્ટેશનની ચર્ચાસ્પદ ઘટના, મહિલાને બજારમાં વેચી નાખવાની ધમકી આપનાર નણદોઈની થઈ ધરપકડ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, જલ્દી કરો અરજી

Next Article