મધ્ય પ્રદેશમાં મતગણતરી સ્થળ પર કોંગ્રેસના આ નેતાને આવ્યો હાર્ટએટેક, સારવાર પહેલા જ મોત નિપજ્યું

લોકસભા ચૂંટણીના પરિણામ એક પછી એક નવા રંગ દેખાડી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જિલ્લા કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ રતનસિંહ ઠાકુરની હાર્ટએટેકના કારણે મોત નિપજ્યું છે. મત ગણતરી સ્થળ પર તેઓ હાજર હતા. દરમિયાન તેમને હાર્ટએટેક આવતા સારવાર માટે ખસેડાયા. પરંતુ સારવાર પહેલા જ તેમનું મોત નિપજ્યું છે. જ્યારે […]

મધ્ય પ્રદેશમાં મતગણતરી સ્થળ પર કોંગ્રેસના આ નેતાને આવ્યો હાર્ટએટેક, સારવાર પહેલા જ મોત નિપજ્યું
| Updated on: May 23, 2019 | 7:58 AM

લોકસભા ચૂંટણીના પરિણામ એક પછી એક નવા રંગ દેખાડી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. જિલ્લા કોંગ્રેસ કમેટીના અધ્યક્ષ રતનસિંહ ઠાકુરની હાર્ટએટેકના કારણે મોત નિપજ્યું છે. મત ગણતરી સ્થળ પર તેઓ હાજર હતા. દરમિયાન તેમને હાર્ટએટેક આવતા સારવાર માટે ખસેડાયા. પરંતુ સારવાર પહેલા જ તેમનું મોત નિપજ્યું છે. જ્યારે રતનસિંહની તબીયત અચાનક બગડી તો સ્થાનીક લોકોએ તેમને પાસેની જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ ભોપાલની ચિરાયુ હોસ્પિટલ પણ લઈ ગયા હતા. પરંતુ સારવાર પહેલા જ તેમની મોત નિપજી હતી.

https://youtu.be/7b6z4RcldFU