કોરોનાની સારવાર માટે સરકારની નવી ક્લિનિકલ ગાઈડન્સ, જાણો દર્દીને ક્યારે કઈ સારવાર અપાશે

|

Apr 23, 2021 | 9:54 AM

કોરોનાનો આતંક જોઇને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે સીશોધિત ક્લિનિકલ ગાઇડન્સ જાહેર કર્યું છે. જેમાં ખુબ મહત્વના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે.

કોરોનાની સારવાર માટે સરકારની નવી ક્લિનિકલ ગાઈડન્સ, જાણો દર્દીને ક્યારે કઈ સારવાર અપાશે
Covid Hospital (PTI Photo/Arun Sharma)

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે, પુખ્ત-વયસ્ક કોવિડ-19 ના દર્દીઓના સારવારના સંચાલન માટે સીશોધિત ક્લિનિકલ ગાઇડન્સ જાહેર કર્યું છે. જેમાં તીવ્ર બીમારીના કિસ્સામાં કટોકટી તરીકે ‘ટોસિલિજુમૈબ’ દવાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે. માંદગીની શરૂઆત અથવા આઈ.સી.યુ.માં પ્રવેશના 24 થી 48 કલાકની અંદર આ દવાનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

સાત દિવસની અંદર પ્લાઝમા ઉપચારનો ઉપયોગ કરવાની સલાહ

આ માર્ગદર્શિકા એઈમ્સ, આઈસીએમઆર કોવિડ-19, રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ જેવા મંત્રાલય હેઠળના જોઇન્ટ મોનિટરિંગ ગ્રુપ દ્વારા જારી કરવામાં આવી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ‘ટોસિલિજુમૈબ’ દવાનો ઉપયોગ થાય છે. માર્ગદર્શિકા અનુસાર, રોગના પ્રારંભિક તબક્કે પ્લાઝમાનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. ખાસ કરીને, રોગના લક્ષણોના સાત દિવસની અંદર પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

દેશમાં એક દિવસમાં કેસ 3 લાખને પાર

ભારતમાં ગુરુવારે કોવિડ -19 ના સૌથી વધુ 3.14 લાખ કેસ સાથે ચેપગ્રસ્ત કેસોની સંખ્યા વધીને 1,59,30,965 થઈ ગઈ છે. વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણનો આ સૌથી વધુ આંકડો છે.

ઓક્સિજન સપ્લાયની સમીક્ષા કરવા વડા પ્રધાનની બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજન સપ્લાયની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અને અધિકારીઓને ‘પ્રાણવાયુ’નું ઉત્પાદન વધારવા, તેના વિતરણને વેગ આપવા અને આરોગ્ય મથકોમાં ઓક્સિજન ઉપલબ્ધ કરાવવા માટેના નવા રસ્તાઓ અપનાવવા જણાવ્યું હતું. શુક્રવારે મોદી ચૂંટણી સભાઓને સંબોધન કરવા બંગાળ જશે નહીં અને રોગચાળાને લગતી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે અહીં ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે.

 

આ પણ વાંચો: Ahmedabad Corona Update: રાજ્ય સરકારની લોકડાઉનને “ના” જાગૃત શહેરો અને ગામડાએ આપ્યું સ્વૈચ્છિક બંધ

આ પણ વાંચો: આ દવા કંપનીએ કોરોના સામેની જંગમાં મોટી જાહેરાત કરી, નફા વિના લોકોને વેક્સીન આપશે.

Published On - 9:46 am, Fri, 23 April 21

Next Article