ઉત્તર ભારતના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાત પર, હજુ બે દિવસ રહેશે ઠંડીનો ચમકારો

|

Dec 21, 2020 | 12:52 PM

ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. રવિવારે પણ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં ૧૩.૬ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી ૧૦ ડિગ્રીએ પહોંચી જતા […]

ઉત્તર ભારતના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાત પર, હજુ બે દિવસ રહેશે ઠંડીનો ચમકારો

Follow us on

ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર ગુજરાતના વાતાવરણ પર થઇ રહી છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે મોટા ભાગના શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયું છે. રવિવારે પણ નલિયા ૮.૪ ડિગ્રી સાથે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં ૧૩.૬ ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો રહ્યો હતો. જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન ઘટી ૧૦ ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠુંઠવાયા હતા. હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ દરમિયાન નલિયામાં કોલ્ડવેવ રહેવાની આગાહી કરી છે.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૨૪ કલાક સુધી કોલ્ડવેવની અસર જોવા મળશે. જેથી વર્તમાન ઠંડીનું મોજુ જળવાઇ રહેશે. ઉત્તર ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે હિમવર્ષા થઇ રહી છે. જેની સીધી અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહે છે બનાસકાંઠામાં પણ એક અઠવાડિયાથી ઠંડીનો પારો ગગડી ગયો છે. ૫થી ૭ ડિગ્રી તાપમાન ઘટી જતાં અહીં ૮ ડિગ્રી તાપમાન થઈ ગયું છે. જેની સીધી અસર લોકોના જનજીવન પર પડી રહી છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ ૧.૫ ડિગ્રી પહોંચી ગયું છે. જેથી સહેલાણીઓની હાલત કફોડી બની છે. આમ છતાં પણ ઠંડીની મોજ લેવા માટે સહેલાણીઓ ઉમટયા હતા.

Published On - 12:51 pm, Mon, 21 December 20

Next Article