ચીન સરહદે સ્થિતિ ગંભીર, ચીન સાથે જોડાયેલી આખી LAC ઉપર સૈન્ય તહેનાત, ચીનના છમકલાનો જડબાતોડ જવાબ અપાશેઃસેનાધ્યક્ષ

|

Sep 19, 2020 | 1:48 PM

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને સ્થિતિ ગંભીર હોવાનું કબુલતા સેનાધ્યક્ષ એમ એમ નરવાણેએ કહ્યું કે, સીમા વિવાદના તણાવને લઈને સાવચેતીને લઈને સૈન્ય તહેનાત કરી દીધુ છે. ચીન સાથે જોડાયેલી આખી લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) ખાતે ભારતીય સૈન્યની કુમક ખડકી દેવાઈ છે. સેનાધ્યક્ષ નરવણેએ લદ્દાખ સરહદ ઉપર મુલાકાત લઈને સૈન્ય તૈયારીઓ નિહારીને અને […]

ચીન સરહદે સ્થિતિ ગંભીર, ચીન સાથે જોડાયેલી આખી LAC ઉપર સૈન્ય તહેનાત, ચીનના છમકલાનો જડબાતોડ જવાબ અપાશેઃસેનાધ્યક્ષ

Follow us on

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને સ્થિતિ ગંભીર હોવાનું કબુલતા સેનાધ્યક્ષ એમ એમ નરવાણેએ કહ્યું કે, સીમા વિવાદના તણાવને લઈને સાવચેતીને લઈને સૈન્ય તહેનાત કરી દીધુ છે. ચીન સાથે જોડાયેલી આખી લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) ખાતે ભારતીય સૈન્યની કુમક ખડકી દેવાઈ છે. સેનાધ્યક્ષ નરવણેએ લદ્દાખ સરહદ ઉપર મુલાકાત લઈને સૈન્ય તૈયારીઓ નિહારીને અને સૈન્ય અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિગતો જાણ્યા બાદ આ નિવેદન કર્યું છે.

ચીન સાથે રાજદ્વારી અને સૈન્યસ્તરે વાતચીત ચાલી રહી હોવાનુ જણાવીને એમ એમ નરવાણેએ કહ્યું કે વાતચીતનો દોર આગળ પણ ચાલુ રહેશે. અમને આશા છે કે વાતચીત દ્વારા જ ઉકેલ આવી જશે. અને પહેલા જેવી સ્થિતિ સામાન્ય થઈ જશે. આપણા સૈન્ય જવાનો અને સૈન્ય અધિકારીઓ વિશ્વમાં શ્રેષ્ઠ સૈન્યદળ પૈકીના છે. તેમના ઉપર માત્ર સૈન્યને જ નહી પૂરા દેશને ગર્વ છે. હાલમાં તમામ જવાનોનો જોશ એકદમ ઉચો છે અને કોઈ પણ સ્થિતિને પહોચી વળવા માટે સક્ષમ છે.

પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ ખાતે ગત મે મહિનાથી ચીન સાથે શરૂ થયેલ સીમા વિવાદ પૂરો થવાને બદલે વધી રહ્યો છે. ચીન સતત સરહદ ઉપર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. જેને ભારતીય સૈન્ય જવાનો સયંમથી નિષ્ફળ બનાવતા આવ્યા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ભારતના વિદેશ વિભાગના પ્રવકત્તાએ ગઈકાલે કહ્યું હતું કે, ચીન દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં એક તરફી સ્થિતિ જાળવી રાખવા માગે છે. પાછલા ચાર મહિનામાં સરહદ ઉપર જે કાઈ થઈ રહ્યું છે તેના માટે ચીન જવાબદાર છે. અમે ચીનને કહીએ છીએ કે, તેઓ સરહદ ઉપર મે મહિનાની પૂર્વ સ્થિતિએ પિપલ્સ લિબરેશન આર્મીના (PLA ) જવાનોને લઈ જાય. અને ભારત દ્વારા શરૂ કરાયેલ શાંતિ માટેની કામગીરીમાં સાથ સહકાર આપે. ચીન સાથે વાતચીત ચાલુ રાખવાની વાત કરતા વિદેશ વિભાગના પ્રવક્તાએ આશા વ્યક્ત કરી હતી કે, ચીન સાથેનો સીમા વિવાદ વાતચીત દ્વારા ઉકેલાઈ જશે.

આ પણ વાંચોઃવડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:00 am, Fri, 4 September 20

Next Article