લદ્દાખના ચાંગથાંગ વિસ્તારમાં ચાઈનાના સૈનિકો સાદા ડ્રેસમાં ઘુસતા સ્થાનિકએ ભગાડ્યા

|

Dec 21, 2020 | 7:11 PM

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લાના ન્યોમા તાલુકાની નિયંત્રણ લાઈન નજીક ચાંગથાંગ વિસ્તારમાં બે ચાઈનીઝ વાહનો પ્રવેશતા સ્થાનિક લોકોએ પીછો કર્યો હતો. આ બન્ને વાહનોમાં સવાર નાગરિકોને સ્થાનિક લોકોએ અટકાવી દીધા હતા.

લદ્દાખના ચાંગથાંગ વિસ્તારમાં ચાઈનાના સૈનિકો સાદા ડ્રેસમાં ઘુસતા સ્થાનિકએ ભગાડ્યા
India - China Army

Follow us on

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહ જિલ્લાના ન્યોમા તાલુકાની નિયંત્રણ લાઈન નજીક ચાંગથાંગ વિસ્તારમાં બે ચાઈનીઝ વાહનો પ્રવેશતા સ્થાનિક લોકોએ પીછો કર્યો હતો. આ બન્ને વાહનોમાં સવાર નાગરિકો ચાંગથાંગમાં પ્રવેશ્યા હતા અને સ્થાનિક લોકોએ તેમને અટકાવી દીધા હતા. લોકોએ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસના જવાનોને બોલાવતા ચાઇનીઝ નાગરિકો તેમના વિસ્તારમાં પરત ફર્યા હતા. લોકોના કહેવા મુજબ વાહનોમાં નાગરિકોની સાથે સાદા કપડામાં ચાઇના આર્મીના સૈનિકો પણ હતા. આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચીનના નાગરિકોએ લેહના ભરવાડોને ધમકી આપી હતી કે તેઓ આ વિસ્તારમાં પશુઓને ચરાવવા ન આવે. સ્થાનિક રહીશને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને ચર્ચા પણ શરૂ થઈ હતી. ચાંગથામના લોકોની સાથે તે વિસ્તારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સ પણ હત. ચીની નાગરિકો ચાંગથાંગના ભારતીય ક્ષેત્ર પર પોતાનો ગણાવી તેના પર કબ્જો કરવા માગે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે ચીનના સૈનિકો કોઈ બહાના હેઠળ રેકી કરવા આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: SVP હોસ્પિટલમાં 22 ડિસેમ્બરથી કોવિડ સિવાયના વિભાગો થશે શરૂ

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ન્યોમાના કાઉન્સિલર જણાવ્યું છે કે આ મામલો થોડા દિવસો પહેલાનો છે. સ્થાનિકોનું કહેવું છે કે ચીની વાહનોના ત્યાના નાગરીકોની સાથે સૈન્યના કેટલાક જવાનો પણ હતા, જેમણે ગણવેશ પહેર્યો ન હતો. આ ઘટનામાં ચીનની કોઈ ચાલને નકારી શકાય નહીં.

Next Article