દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે આતંકી સંગઠન હુમલાની તૈયારીમાં, ભાગી છૂટેલા આતંકીઓના લાગ્યા પોસ્ટર

|

Jan 17, 2021 | 6:36 PM

26 જાન્યુઆરીને(26th JANUARY) હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઈને રાજધાની દિલ્લીમાં(DELHI) હાઈટાઈડ સિક્યુરીટી તૈનાત કરવામાં આવશે.

દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે આતંકી સંગઠન હુમલાની તૈયારીમાં, ભાગી છૂટેલા આતંકીઓના લાગ્યા પોસ્ટર

Follow us on

26 જાન્યુઆરીને(26th JANUARY) હવે ગણતરીના દિવસો જ બાકી છે. જેને લઈને રાજધાની દિલ્લીમાં(DELHI) હાઈટાઈડ સિક્યુરીટી તૈનાત કરવામાં આવશે. 26 જાન્યુઆરીએ ખાલિસ્તાની અને અલ કાયદા જેવા આતંકવાદી સંગઠનો રાજધાની દિલ્હીમાં નાપાક હરકતો કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. ઈન્ટેલિજન્સ ઈનપુટ (INTELLIGENCE INPUT) બાદ દિલ્હી પોલીસે (DELHI POLICE) તકેદારી વધારી દીધી છે અને વોન્ટેડ આતંકીઓની શોધ શરૂ કરી છે. માનવામાં આવે છે કે રાજધાની દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો લાભ લઈને આતંકવાદીઓ પ્રજાસત્તાક દિન (REPUBLIC DAY) પર ગડબડી કરી શકે છે.

 

દિલ્હીમાં કનોટ પ્લેસના એસીપી સિદ્ધાર્થ જૈને કહ્યું કે, અમને એવી માહિતી મળી છે કે ખાલિસ્તાની સંગઠનો અને અલ કાયદા અનિચ્છનીય પ્રવૃત્તિઓ કરી શકે છે. જેને ધ્યાનમાં રાખીને અમે ઘણા પગલા લીધા છે. વોન્ટેડ આતંકીઓના પોસ્ટરો પણઠેર-ઠેર ચોંટાડવામાં આવ્યા છે. સામાન્ય રીતે તો દિલ્હીમાં દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા મહત્વપૂર્ણ પ્રસંગો પર સુરક્ષાના પડકારો વધે છે. આતંકવાદીઓ દર વખતે આ રાષ્ટ્રીય તહેવાર પર ખલેલ પહોંચાડવાની યોજના રાખે છે, પરંતુ સુરક્ષા દળોને કારણે તેઓ તેમને અંજામ આપી શકતા નથી. પરંતુ આ વખતે પોલીસ માટે પડકાર ખૂબ વધી ગયો છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીની સરહદો આંદોલન કરી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી છે કે આતંકીઓ આંદોલન અને ભીડનો ફાયદો ઉઠાવીને હુમલો કરી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

પ્રજાસત્તાક દિવસ પહેલા શુક્રવારે દિલ્હી પોલીસે અન્ય રાજ્યો અને એનસીઆરના પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઠકનો મુખ્ય હેતુ ખેડૂત આંદોલનથી ઉદ્ભવતા હાલના માહોલ અને સંજોગોમાં ગુપ્તચર અને આતંકવાદ સંબંધિત માહિતી શેર કરવાનો હતો. દિલ્હી પોલીસ કમિશનર એસ. એન. શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં ફરીદાબાદ, નોઈડા અને ગુડગાંવ જેવા પોલીસ અધિકારી સિવાય મેરઠના એડીજીપીએ પણ ભાગ લીધો હતો.

 

દિલ્હી પોલીસના વિશેષ સેલે ગયા મહિને આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા પાંચ લોકોની ધરપકડ કરી હતી. પકડાયેલા આતંકીઓમાંથી બે પંજાબ અને ત્રણ કાશ્મીરના છે. તે બધા ઈસ્લામિક અને ખાલિસ્તાની સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હીના શાકરપુર વિસ્તારમાં પોલીસના વિશેષ સેલ દ્વારા એન્કાઉન્ટર દરમિયાન આ પાંચ વિશેષ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Biden-Harrisના શપથ ગ્રહણમાં દેખાશે તમિલનાડુની કોલમ રંગોલી, જાણો શું છે ખાસ

Next Article