અલગતાવાદી નેતા યાસીન મલિકે (Yasin Malik) મંગળવારે દિલ્હીની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) કોર્ટમાં 2017માં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓ સંબંધિત એક કેસમાં ગુનો કબૂલ્યો હતો. તેમાં ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (UAPA) સહિતના તમામ આરોપો માટે દોષિત ઠરાવવાનો પણ સમાવેશ થાય છે. યાસીન મલિકે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી હોવાનું કબૂલ્યું હતું. તેણે કોર્ટને કહ્યું કે, તે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે. તાજેતરમાં, કોર્ટે યાસીન મલિક સહિત ઘણા અલગતાવાદી નેતાઓ સામે UAPA હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ 19 મેના રોજ યાસીન મલિકની સજા અંગેની દલીલો સાંભળશે.
યાસીન મલિકે કોર્ટને જણાવ્યું હતું કે, તેને કલમ 16 (આતંકવાદી અધિનિયમ), કલમ 17 (આતંકવાદી કૃત્ય માટે નાણાં એકત્ર કરવા), કલમ 18 (આતંકવાદી કૃત્ય કરવાનું ષડયંત્ર), અને કલમ 20 (આતંકવાદી સંગઠનનો સભ્ય હોવા) હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. તેની સામે લગાવવામાં આવેલા આરોપો સામે અપીલ કરી રહ્યા નથી. આ ઉપરાંત, તે ભારતીય દંડ સંહિતાની કલમ 120-B (ગુનાહિત કાવતરું) અને 124-A (રાજદ્રોહ) સામે પણ અપીલ કરશે નહીં. વિશેષ ન્યાયાધીશ પ્રવીણ સિંહ 19મી મેના રોજ યાસીન મલિક સામેના ગુનાઓની સજા અંગે દલીલો સાંભળશે. આ ગુનાઓમાં મલિકને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે.
ન્યાયાધીશે અગાઉ કહ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ તે સાબિત થયું છે કે મલિક અને અન્ય લોકોને આતંકવાદ માટે સીધા પૈસા મળતા હતા. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મલિકે ‘સ્વતંત્રતા સંગ્રામ’ના નામ પર જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે ભંડોળ એકત્ર કરવાના હેતુથી વિશ્વભરમાં એક વિસ્તૃત મિકેનિઝમ સ્થાપિત કરી હતી. દરમિયાન કોર્ટે ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, શબીર શાહ, મસરત આલમ, મોહમ્મદ યુસુફ શાહ, આફતાબ અહમદ શાહ, અલ્તાફ અહેમદ શાહ, નઈમ ખાન, મોહમ્મદ અકબર ખાંડે, રાજા મેહરાજુદ્દીન કલવાલ, બશીર અહેમદ ભટ, ઝહૂર અહેમદ શાહ આરોપો લગાવવાનો આદેશ આપ્યો છે. વટાલી, શબ્બીર અહેમદ શાહ, અબ્દુલ રશીદ શેખ અને નવલ કિશોર કપૂર સહિતના અન્ય કાશ્મીરી અલગતાવાદી નેતાઓ સામે ઔપચારિક રીતે ઘડવામાં આવ્યા હતા.