Tourist Places in Telangana : ફરવા માટે ખૂબ જ ખાસ છે તેલંગાણા, એક વખત પ્લાન જરૂર બનાવો

|

Nov 18, 2021 | 8:30 AM

તેલંગાણા તેની સંસ્કૃતિની સાથે સાથે ફરવાની જગ્યાઓ (Tourism Places) માટે પણ પ્રખ્યાત છે. આજે અમે તમને જણાવીશું કે અહીં ફરવા માટે કઇ ખાસ જગ્યાઓ છે.

1 / 6
તેલંગાણા રાજ્ય આંધ્ર પ્રદેશમાંથી છુટુ પડીને બન્યુ છે. વર્ષ 2009માં ભારત સરકારે તેલંગાણાને ભારતના અલગ રાજ્ય તરીકે બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2014માં તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

2 / 6
તેલંગાણા તેની સંસ્કૃતિની સાથે ફરવા માટે શ્રેષ્ઠ છે. આજે અમે તમને જણાવીશું કે અહીં ફરવા માટે કઇ ખાસ જગ્યાઓ છે.

3 / 6
મહબૂબનગર તેલંગાણાના પ્રખ્યાત સ્થળોમાંનું એક છે. તે ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિકોણથી પ્રવાસીઓને આકર્ષે છે. તમને મહબૂબનગરની આસપાસ ફરવા માટે ઘણા આકર્ષણો અને પ્રવાસન સ્થળો મળશે જ્યાં તમે ફરવા જઈ શકો છો. મહબૂબનગરમાં તમે મલ્લેલા તીર્થમ વોટરફોલ, શ્રી રંગનાયક સ્વામી મંદિર, મયુરી નર્સરી વગેરેની મુલાકાત લઈ શકો છો.

4 / 6
રંગારેડ્ડીના શાંત તળાવો, ચમત્કારિક મંદિરો, સુંદર પહાડીઓ પ્રવાસીઓને દિવાના બનાવી દે છે.અહીંની મુલાકાત લેવી ખૂબ જ રસપ્રદ છે.આ સ્થળ દક્ષિણ ભારતના મુખ્ય આકર્ષણોમાંનું એક માનવામાં આવે છે. જો તમે પ્રકૃતિના પ્રેમી છો તો આ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

5 / 6
આદિલાબાદને તેલંગાણા રાજ્યના બીજા સૌથી મોટા શહેર તરીકે નામ આપવામાં આવ્યું છે. તેલંગાણા રાજ્યનો સૌથી ઊંચો ધોધ (45 મીટર) અહીં આવેલો છે. અહીં પ્રવાસીઓ કુન્તલા વોટરફોલ, કવલ વન્યજીવ અભયારણ્ય, મહાત્મા ગાંધી પાર્ક, કલા આશ્રમની મુલાકાત લઈ શકે છે.

6 / 6
હૈદરાબાદ તેલંગાણા રાજ્યનું સૌથી આકર્ષક શહેર છે. હૈદરાબાદ ભારતનું પાંચમું સૌથી મોટું શહેર છે. હૈદરાબાદ દરેક માટે મુલાકાત લેવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં તમે ચાર મિનાર, ફલકનુમા પેલેસ, ચૌમહલ્લા પેલેસ, આનંદ બુદ્ધ વિહાર, બિરલા મંદિર વગેરેની મજા માણી શકો છો.

Next Photo Gallery