Cyclone Tauktae: ઉત્તર ભારતમાં પણ વાવાઝોડાની અસર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ પણ એલર્ટ મોડ પર

કોરોના સંકટની વચ્ચે ચક્રવાતી તોફાન Tautkae આફત બનીને ઉભુ છે, ગોવામાં આ તોફાને તબાહી મચાવ્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત એલર્ટ મોડ પર છે. આજે મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ ખૂબ તબાહી સર્જી છે.

Cyclone Tauktae: ઉત્તર ભારતમાં પણ વાવાઝોડાની અસર, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ પણ એલર્ટ મોડ પર
| Edited By: | Updated on: May 17, 2021 | 10:05 PM

Cyclone Tautkae: કોરોના સંકટની વચ્ચે ચક્રવાતી તોફાન Tautkae આફત બનીને ઉભુ છે, ગોવામાં આ તોફાને તબાહી મચાવ્યા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત એલર્ટ મોડ પર છે. આજે મહારાષ્ટ્રમાં વાવાઝોડાએ ખૂબ તબાહી સર્જી છે.

 

 

મહાનગરી મુંબઈમાં છેલ્લા 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે અને કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે તો કેટલાક વિસ્તારોમાં મકાનની દિવાલો ધરાશાયી થયાના દ્રશ્યો જોવા મળ્યા છે. સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.

 

 

Tauktae વાવાઝોડાની અસર હવે ઉત્તર ભારતમાં પણ દેખાવા લાગી છે. મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં આજે ભારે પવનની સાથે વરસાદ પડ્યો છે, ઉજ્જૈન, હોશંગાબાદ, ભોપાલ, રાયસેન, શહડોલ, મંદસૌર, કટની, ગુના, રતલામ, મંડલા, છતરપુર અને ખંડવાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભોપાલ હવામાન વિભાગે ઉજ્જૈન, ઇંદોર, ભોપાલ, જબલપુર, સાગર, હોશંગાબાદ અને ગ્વાલિયર સહિતના વિસ્તારમાં 18 મે સુધી વરસાદની આગાહી કરી છે.

 

ઉત્તરાખંડમાં પણ ઓરેન્જ એલર્ટ

ઉત્તરાખંડમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે, હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 18 મે માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. દહેરાદૂન, ઉત્તરકાશી, ચમોલી અને રુદ્રપ્રયાગ માટે આ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ વાવાઝોડાની અસર હાલ દિલ્લીના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે.

 

મંગળવાર, બુધવાર અને ગુરુવારે દિલ્લીમાં ભારે હવા અને વરસાદ પડવાની સંભાવના છે, જેને લઈને તાપમાનમાં પણ ઘટાડો થશે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ હલકો વરસાદ વરસવાની સંભાવના છે.

 

 

આ પણ વાંચો: Cyclone Tauktae Tracker and Live Updates: ગુજરાતનાં દરિયા કિનારે તાઉ તે વાવાઝોડુ ટકરાયું, હવામાન વિભાગે સત્તાવાર કરી જાહેરાત, લેન્ડ ફોલની પ્રક્રિયા શરૂ

Published On - 10:03 pm, Mon, 17 May 21