Tamil Nadu Election Result 2021 : તમિલનાડુમાં એક મહિલાએ પોતાનુ વચન નિભાવવા જીભ કાપી દીધી. મહિલાએ લખીને જણાવ્યુ કે વિધાનસભા ચૂંટણીમાં DMKની જીતને જોતા તેમણે આમ કર્યુ છે. મહિલાએ પોતાનુ વચન પૂરુ કરતા મંદિરમાં દેવતાઓને પોતાની જીભ અર્પિત કરી દીધી. એક દશક બાદ રાજ્યમાં ડીએમકે પાછી આવી છે.
બત્રીસ વર્ષીના વનિતાએ જાહેરમાં 2021 વિધાનસભા ચૂંટણીમાં DMKની જીતનું આશ્વાસન આપવા માટે ઇશ્વરને બલિદાનના રુપમાં પોતાની જીભ કાપવાનો સંકલ્પ લીધો હતો. ડીએમકેએ જનાદેશને જીત્યા બાદ વનિતા સવારે મુથમ્મન મંદિર પહોંચ્યા અને પોતાની જીભ કાપીને મંદિરના દેવતાઓને અર્પિત કરવાની કોશિશ કરી પરંતુ પૂજા સ્થળમાં કોવિડ સંબંધિત પ્રતિબંધોના કારણે વનિતાએ મંદિરના દરવાજા પર પોતાની કાપેલી જીભ મૂકી દીધી.
એક દશકના વિરોધ બાદ DMKએ તમિલનાડુમાં કટ્ટર પ્રતિદ્વંદી AIADMK પર જીત મેળવી. તમિલનાડુની સત્તા પર છેલ્લા 10 વર્ષથી AIADMK છે. 2011 વિધાનસભા ચૂંટણીમાં જયલલિતાના નેતૃત્વમાં સત્તામાં પાછી આવેલી AIADMK 2016માં પોતાની સત્તા કાયમ રાખવામાં સફળ રહી હતી. આ વખતે ડીએમકેએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી લીધી
Published On - 7:36 pm, Tue, 4 May 21